રફિક વેપારી નામની વ્યકિત સામે ફરિયાદ
મ્યુનિ. કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા અને દાણલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે સોશીયલ મીડીયા પર વીડિયો વાયરલ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યકિત સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શાહઆલમમાં રહેતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં રફીક વેપારી નામના વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.જેમાં જણાવાયુ છે કે ગત તા 16 મીના રોજ સાંજના સમયે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના કાર્યકર્તા ઝહીર સૈયદે તેમના વોટ્સઅપ માં કેટલાક વીડોયો મોકલ્યા હતા.
આ વીડીયો ફેસબુકમાં લાઈવ થયેલા હોવાનુ જણાવ્યુ હતુ. જેથી શહેઝાદખાને પોતાના મોબાઈલમાં વોટ્સઅપ પર આવેલા વીડિયો જોતા વીડીયોમાં રફીક વેપારી( રહે. સોઢણ તલાવડી, બેરલ માર્કેટસ દાણીલીમડા) એ તેના ફેસબુક આઈડી પરથી શહેઝાદખાનને બીભત્સ ગાળો બોલીને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવાનુ જણાવતો હતો. આ રીતે ધમકી આપીને તેમની રાજકીય પ્રતિષ્ઠાને હાનિ થાય તે માટે તેમને બદનામ કરી તેના ફેસબુક બુક આઈડી પરથી વીડીયો વાયરલ કરવા બદલ શહેઝાદખાને રફીક વેપારી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.