મહિલાની ફરિયાદ ન નોંધનાર રાણીપના PI ગોહિલ સસ્પેન્ડ

રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવનારી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાખવા માટે ધમકીઓ આપી હતી. રોજબરોજની ધમકીઓથી કંટાળીને મહિલા આ લોકો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગઈ હતી. તેણે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ડી. ગોહિલને મળીને રજૂઆત કરી હતી, જે સાંભળીને પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને આ બધી ફરિયાદો લઈને આવવાનું નહિ કહીને મહિલાને કાઢી મૂકી હતી. મહિલા બેથી ત્રણ વખત રાણીપ પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ તેની રજૂઆત સાંભળવામાં આવી ન હોવાથી અંતે તેણે પોલીસ કમિશનર જી. એસ. મલિકને મળીને સમગ્ર બાબતની રજૂઆત કરી હતી. આથી પોલીસ કમિશનરે આ મામલે રાણીપ પોલીસને ફરિયાદ નોંધાવા આદેશ કર્યો હતો, પણ તેમ છતાં પીઆઈ બી. ડી. ગોહિલે ફરિયાદ નોંધી ન હતી. પોલીસ કમિશનરે બે વખત જાણ કર્યા છતાં પીઆઈ ગોહિલે ફરિયાદ નોંધી ન હોવાથી મંગળવારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કોઈ પણ અરજદાર રજૂઆત કરવા આવે તો તેની રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ પણ પોલીસ કર્મચારી અરજદાર સાથે અભદ્ર વર્તન કરશે અથવા તો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં.

  • Related Posts

    ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં

    અરાવલીના ધનસુરા ગામમાં ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું .ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં. કેટલાક ભૂતિયા ડોક્ટર તો દર્દીઓને દવાખાનામાં દાખલ કરી સારવાર આપતા હતાં.એમના CDHOs ઇન્ફોર્મ…

    GST કૌભાંડમાં રાજ્યની 50 પેઢીની કમ સંડોવણી, તપાસ શરૂ

    કૌભાંડના કેન્દ્રમાં રહેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાઈ હોવાની શંકા જીએસટી કૌભાંડના કેન્દ્ર બિંદુમાં આવેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે રાજ્યની 50 સહિત દેશની 186 શંકાસ્પદ પેઢી સંકળાયેલી હોવાના અહેવાલ છે. આ તમામ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં

    ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં

    GST કૌભાંડમાં રાજ્યની 50 પેઢીની કમ સંડોવણી, તપાસ શરૂ

    GST કૌભાંડમાં રાજ્યની 50 પેઢીની કમ સંડોવણી, તપાસ શરૂ

    દારૂની 350 પેટી પકડાવાના કેસમાં ફરાર ઊનાના બુટલેગરની નવરંગપુરાથી ધરપકડ

    દારૂની 350 પેટી પકડાવાના કેસમાં ફરાર ઊનાના બુટલેગરની નવરંગપુરાથી ધરપકડ

    વટવા ઈડબ્લ્યુએસનાં મકાનો તોડતી વખતે બનાવેલા ખાડામાં બાળકીનું ડૂબી જતાં મોત

    વટવા ઈડબ્લ્યુએસનાં મકાનો તોડતી વખતે બનાવેલા ખાડામાં બાળકીનું ડૂબી જતાં મોત

    GST કૌભાંડમાં ભાજપ MLAના પુત્ર, પત્રકાર મહેશ લાંગાની પૂછપરછ

    GST કૌભાંડમાં ભાજપ MLAના પુત્ર, પત્રકાર મહેશ લાંગાની પૂછપરછ

    હેલમેટ ન પહેરનારા 6554ને રૂ.32 લાખ દંડ, 101નું રદ થશે

    હેલમેટ ન પહેરનારા 6554ને રૂ.32 લાખ દંડ, 101નું  રદ થશે