શાહીબાગ પાસે 19 જૂને ટક્કર મારી ઊભો પણ રહ્યો ન હતો
શાહીબાગ શિલાલેખ રિવર ફ્રન્ટ પાસે 14 દિવસ પહેલા બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં બાઈકચાલકને મોતને ઘાટ ઉતારી દેનનો ખુદ પોલીસ કર્મચારી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અકસ્માત કર્યા પછી પણ તે પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. ટ્રાફિક પોલીસ 50થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે કાર શોધી કાઢી પોલીસ કર્મી દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી હતી.
19 જૂને બપોરે બાઈક ઉપર જઈ રહેલા દેવેન્દ્રભાઈને એક ક્રેટા કાર ટક્કરર મારીને રિવરફ્રન્ટ તરફ ભાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેવેન્દ્રભાઈનું 21 જૂને મૃત્યુ થયું હતું. ફરાર કારચાલકને પકડવા પોલીસે 50 થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા. ચંદ્રનગર ખાતેના સીસીટીવીમાં ગાડીનો નંબર દેખાતા પોલીસે ગાંધીનગરના વેપારીરુદ્રદત્તસિંહની પૂછપરછ કરત તેમણે આ કાર તેમના મામાન દીકરા દિગ્વિજયસિંહ પાસે હોવાનું કહ્યું હતું. આરોપી પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે.
14 દિવસ પછી CCTVને આધારે ઝડપાઈ ગયો