નારોલમાં સાત જુગારીઓની ધરપકડ
નરોડા પોલીસને બાતમી મળી હતી કે હોટલ હોટલ ધ ક્રાઉનના સંચાલક યશ ગોસ્વામી તેના મળતીયા સાથે હોટલમાં જુગાર રમાડે છે. પોલીસે હોટલમાં રેડ કરીને જુગાર રમાડનારા યશપુરી ગોસ્વામી, જયદિપસિંહ ઉર્ફે જીગો પરમાર, વિકાસ પટેલ, પ્રકાશભાઈ ઉર્ફેડેની વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો ઠાકોર અને નિકુલજી ડાભીની ધરપકડ કરી હતી. પોલીસે હોટલના માલિક કૃણાલભાઈ શેઠની વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. નરોડા પોલીસે સ્થળ પરથી રૂ. 52,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા બનાવમાં નારોલ ઈસનપુર રોડ પર આવેલી પુષ્પમ સોસાયટીમાં નારોલ પોલીસે સ્થળ પર રેડ કરીને હર્ષદભાઈ ગોહીલ, નિલેશ વાણંદ, પ્રવિણ પ્રજાપતિ સચિન પાટીલ, વિશાલ ગઢવી, જોગારામ સોલંકી અને પ્રવિણ દરજીની ધરપકડ કરી રૂ. રૂ.. 94,200 નો મુદામાલ કબજે કર્યો હતો.