
શહેરના વટવાના સાંઈબાબા સોસાયટી પાસેનો રોડ બનાવ્યાને હજુ બે મહિના જેટલો જ સમય થયો છે. ત્યાં સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો છે. જેના કારણે વિસ્તારના રહીશોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલે લોકોની સમસ્યા તો ઠેરની ઠેર છે. જો કે આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોવાથી લોકો હેરાન પરેસાન થઈ ગયા છે. એટલે આ સમસ્યાના નિકાલ માટે યોગ્ય કામગીરી કરાતી ન હોવાની પણ ફરિયાદો લોકો કરી રહ્યા છે. પરંતુ મ્યુનિ.ના સત્તાધિશો આંખ આડા કાન કરી રહ્યા છે.