હેલમેટ ન પહેરનારા 6554ને રૂ.32 લાખ દંડ, 101નું રદ થશે

હાઈકોર્ટના આકરા વલુણને પગલે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી

ટ્રાફિકજામના 162 કોલ મળ્યા, SG હાઈવે પર સૌથી વધુ જામ

હેલમેટ વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની હાઈકોર્ટના આદેશ પછી ટ્રાફિક પોલીસે બે દિવસથી ડ્રાઈવ શરૂ કરી છે. બે દિવસમાં હેલમેટ વગરના 6554 વાહનચાલકને અંદાજે 32.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંતે 101 વાહનચાલકનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા પોલીસે આરટીઓને રિપોર્ટ કર્યો છે.

શુક્ર અને શનિવારે મળી ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં આવતાં 499 વાહનચાલકને પકડી 8.52 લાખ દંડ વસૂલ કર્યો હતો. જ્યારેરોડ પર આડધેડ પાર્ક કરેલી 280 કારને લોક મારી દીધા હતા. કોઈ એક વાહનચાલક ત્રણથી વધુ વખત હેલમેટ વગર પકડાશે તો તેનું લાઈસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરાશે. નવરાત્રિના છેલ્લા 3 દિવસમાં એસજી હાઈવે, ઓગણજ, ભાડજ સર્કલ સહિતના વિસ્તારોમાંથી ટ્રાફિકજામ અંગે કંટ્રોલને 162 કોલ મળ્યા હતા. 1030 ટ્રાફિક કર્મચારી તહેનાત હોવાના દાવા છતાં આ દશા છે.

  • Related Posts

    આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

    બુધવારે હાજર ન રહેતા મેટ્રો કોર્ટનો આદેશ નરોડા પોલીસે મૂઢ માર માર્યો હોવાનો મામલો નરોડામાં બાથરૂમ કરવાના મુદ્દે થયેલા મારામારીના ઝગડામાં નરોડા પોલીસે ફરિયાદમાં નામ ના હોવા છતાં સહઆરોપી અનિલ…

    જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન

    તારીખ ૧૬-૧-૨૦૨૫ ને ગુરૂવારના રોજ ભાવનગર જિલ્લા કક્ષાના કલામહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભમાં વર્ષ ૨૦૨૩ના એક જ વર્ષમાં લોકકલામાં રાષ્ટ્રીય બિસ્મિલ્લાખાન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

    આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

    જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન

    જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન

    4 પોલીસ વહીવટદારે મંજૂરી વગર જ વિદેશ પ્રવાસ કરતાં સસ્પેન્ડ

    અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું.

    અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું.

    કમલેશ શાહ પર ITના દરોડાની અસર, CG રોડની આંગડિયા પેઢીઓને તાળાં

    “રાજ્યભરમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે શું કર્યું? GPCB જવાબ આપે’