4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા
ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને માલ નહી આપી કે રૂપિયા પરત નહી આપ્યા નહતા. આ અંગે વેપારીએ ડીલર સામે વટવા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
ન્યૂ રાણીપમાં રહેતા આલાપભાઈ શુકલ ઓઢવમાં ટીએમટી સળીયાનો વેપાર કરે છે. તેમના વેપારી મિત્ર થકી તેમની ઓળખાણ નારોલમાં સળીયાની ડીલરશીપ ધરાવતા પરિમલભાઈ શાહ સાથે થઈ હતી. જેથી આલાપભાઈ તેમની પાસેથી માલ ખરીદતા હતા. દરમિયાન ગત 2021માં 25 ટન સળીયાનો ઓર્ડર પરિમલભાઈને આપ્યો હતો જે પેટે તેમણે ઓનલાઈન રૂપિયા 1.30 લાખ આપી ઓર્ડર બુક કરાવ્યો હતો.
જો કે બે ત્રણ દિવસમાં માલની ડીલીવરી નહી થતા તેમણે પરિમલભાઈને ઓર્ડર કેન્સલ કરવાનું કહ્યું હતુ. જો કે જે તે સમયે પરિમલભાઈએ તો આ ઓર્ડર કેન્સલ કરવા કરતા મને બીજા વધારે પૈસા આપો તો મને આ કંપનીમાંથી માલ ખરીદવો સરળ પડે જેથી વિશ્વાસ રાખીને આલાપભાઈએ તેમને કુલ રૂ. 4.11 લાખ ઓનલાઈન આપ્યા હતા.
ત્યારબાદ માલ આપ્યો નહતો અને રૂપિયા માંગતા આલાપભાઈએ રૂ 6 લાખ આપ્યા હતા. આમ કુલ રૂ. 1207000 લીધા બાદ ચાર દિવસમાં તમારો માલ આવી જશે તેમ પરિમલ ભાઈએ જણાવ્યું હતું પરંતુ દસ દિવસ સુધી માલ નહી આવતા ઓર્ડર કેન્સલ કરીને રૂપિયા પાછા માંગતા પરિમલ ભાઈ રોજ અલગ અલગ બહાના કાઢીને છેલ્લા ચાર વર્ષથી રૂપિયા પાછા આપી રહ્યા નહોતા અંતે વટવા પોલીસમાં ફરિયાદ કરી છે.