ઓઢવમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો વિજય રાજબલી યાદવ મજૂરીકામ કરી પરિવારને મદદરૂપ થાય છે. ગત રવિવારે રાતના સમયે તે તેના ભાઈ સૂરજ તથા તેના મિત્રો અલ્કેશ પટણી, મયૂર પટણી અને મિત્ર સાહિલ પટણી સાથે ઓઢવ મનમોહન ચાર રસ્તા પાસે રોડ પર બેસીને વાતો કરતા હતા.આ દરમિયાન વાતો વાતોમાં અલ્પેશ પટણીએ વિજયને ગાળો બોલતા તેણે તથા તેના ભાઈ સૂરજે ગાળો બોલવાની ના પાડતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
આ સમયે અલ્કેશ, મયૂર અને સાહીલે મારામારી કરીને છરીથી સૂરજને માથાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. આ સમયે લોહી નીકળવા લાગતા વિજયે બૂમાબૂમ કરી મારા ભાઈને મારશો નહી તેમ કહેતા ત્રણેએ તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. વિજયે આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમા તેના મિત્રો અલ્પેશ પટણી, મયૂર પટણી અને સાહીલ પટણી સામે ફરિયાદ નોંધાવી હતી.