ફેસબુક ફ્રેન્ડ બની એક મહિલા સહિત 3 વ્યક્તિએ યુવકના રૂ. 70 હજાર પડાવ્યા

નોકરીના નામે ઠગાઈ મુદ્દે શાહીબાગ પોલીસમાં ફરિયાદ

શાહીબાગમાં રહેતા એક યુવકને ફેસબુક પર એક મહિલા અને બે યુવકો સાથે મિત્રતા થઈ હતી. જેમાં મહિલાએ યુવકને ડેટાએન્ટ્રીનુ કામ કરવાની નોકરીએ લગાવવાનુ કહીને વિશ્વાસમાં લઈને ઓનલાઈન રૂપિયા 70 હજારની છેતરપીંડી આચરી હતી. આ મામલે યુવકે ત્રણે સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા ગૌરવ કોરી (ઉ.35) ખાનગી બેન્કમાં ઓફિસ સ્ટાફ તરીકે નોકરી કરે છે. ત્રણ માસ પહેલા તેમના ફેસબુક એકાઉન્ટમાં મમતા પટેલ (રહે. સેટેલાઈટ) બિરેન રાઠવા (રહે.ગાંધીનગર અને ચિરાગ પટેલની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી જેને સ્વીકારતા તેમના વચ્ચે વાતચીત થતી રહેતી હતી. ગત 21 જાન્યુઆરીએ મમતા પટેલ સાથે વાત કરતા તેણે એમએનસી કંપનીમાં ડેટા એન્ટ્રીની નોકરી લગાવવાની વાત કરી હતી. જો કે અગાઉ સાયબર ફ્રોડનો ભોગ બની ચુકયા હોઈ તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. પાંચ દિવસ બાદ બિરેન રાઠવાએ ગૌરવને ફોન કરીને મમતા સાથે નોકરીની વાત થઈ છે તેમ પુછતા હા પાડતા બિરેને મમતા પ્રમાણિક વ્યક્તિ છે હોવાનો દાવો કર્યો હતો.

બિરેનની વાત પર ભરોસો રાખીને ગૌરવ કોરીએ મમતાની સાથે વાત કરતા તેણે એક ક્યુઆર કોડ મોકલી રજીસ્ટ્રેશન માટે રૂપિયા માગતા તેને અલગ અલગ મળી કુલ રૂ. 35 હજાર મોકલ્યા હતા. ત્યારબાદ નોકરીના રજીસ્ટ્રેશન કરવામાં કન્ફર્મેશન માટે બીજા રૂ. 35 હજાર મોકલવાનું કહેતા ગૌરવે ના પાડી હતી. થોડીવારમાં બિરેનનો ફોન આવ્યો હતો અને તેણે રૂપિયા આપી દેવાનુ કહ્યુ હતુ. જેથી એક મિત્ર પાસેથી ઉછીના લઈને મમતાને ફરી રૂ. 35 હજાર મોકલતાની સાથે જ મમતા બિરેન રાઠવા બંનેએ મેસેન્જરમાં તથા વોટ્સઅપમાં મોકલેલા તમામ મેસેજ ડીલીટ કરી દીધા હતા અને ગૌરવને વોટ્સઅપમાં બ્લોક કરી દીધો હતો. આ મામલે શાહીબાગ પોલીસમાં ફરિયાદ કરી છે.

  • Related Posts

    સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો

    એક મહિલા જથ્થો રાખી વેચાણ કરતી હતી શહેરના સરદારનગરમાંથી ગુના નિવારણ શાખાએ વિદેશી બનાવટના દારૂની અને બિયરની મળી કુલ 1560 બોટલો મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…

    નારોલમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસમાં બેની ધરપકડ

    નશામાં મૃતકે ઝઘડો કરતા તેની હત્યા કરી લાશને રોડ પર ફેંકી પોલીસે પીએમ કરાવતાં ઈજાના નિશાન જણાતા પર્દાફાશ થયો નારોલ ગાયત્રીનગર પાસે અકસ્માતના નામે હત્યાનો ખૂની ખેલનો ભેદ ટ્રાફિક પોલીસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો

    નારોલમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસમાં બેની ધરપકડ

    દાણીલીમડામાં રૂપિયાની લેતીદેતીમાં હુમલામાં બેને ઈજા

    ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી બદલ 299 એકમને નોટિસ

    કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

    VSની પાછળના કોમ્પ્લેક્સમાં MD ડ્રગ્સ વેચતો યુવક પકડાયો