ગોમતીપુરમાંશેરટ્રેડિંગનું ગ્રૂપબનાવી યુવક સાથે રૂ.2.75 લાખની છેતરપિંડી

ગોમતીપુરમાં રહેતા રાહુલભાઈ ખુમાણ સેટેલાઈટમાં ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સને લગતુ કામકાજ કરે છે. બન્યુ એવુ કે ગત 22 જુલાઈએ તેમના વોટસઅપ નંબર પર કોઈ અજાણ્યા વ્યકિતએ તેમને વોટસઅપ ગ્રુપ સ્ટોર માર્કેટ પ્રોફાઈલ સ્ટ્રેટેજીસ એ-16માં લીંક મારફતે એડ કરી દીધા હતા. આ ગ્રુપના મેન્ટર તરીકે જ્ઞાન વર્મા હોવાનુ જણાવ્યુ હતુ અને તેઓ શેરબજારની ટ્રેડીંગની માહિતી આપતા હતા.જે ટિપ્સ મુજબ શરૂઆતમાં રાહુલભાઈએ તેમને ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડીંગ કરતા તેમને નફો થયો હતો. આ ગ્રુપ પર વિશ્વાસ બેસતા ગ્રુપની એપ્લીકેશનની લીંકને ફોલો કરતા તેમની તમામ વિગતો માંગતા તેમણે સબમીટ કરી હતી. ત્યારબાદ તેમને મીનીમમ રૂ.50 હજારનુ ટ્રાન્જેકશન કરવાનુ કહેવાતા તેમણે તે મુજબ કર્યું હતુ ત્યારબાદ તેમને એપ્લીકેશનમાં પ્રોફીટ બતાવતા તેમણે અલગ અલગ મળીને કુલ રૂ. 2.75 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. આ રોકાણ સામે તેમનો નફો એપ્લીકેશનમાં રૂ. 6.52 લાખ દેખાતા હતા. જેથી તેમણે આ રૂપિયા ઉપાડવા માટે ગ્રુપમાં રીકવેસ્ટ મોકલતા તેમને 24 કલાકમાં બેંક ખાતામાં રૂપિયા આવી જશે તેમ કહેવાયુ હતુ. જો કે તેમ થયું નહતુ ઉલ્ટાનું તેમને વોટસઅપ ગ્રુપમાથી રીમુવ કરી દેવાયા હતા. તેમણે ગ્રુપ એડમીન અને અન્ય સભ્યોના ફોનનંબર પર ફોન કરતા તમામના ફોન બંધ આવતા હતા. આ મામલે ગોમતીપુર પોલીસે ગ્રુપ એડમીન જ્ઞાન વર્મા સહિત કુલ પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    ડોક્ટર મહિલાની સાસરિયાં સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

    દરિયાપુરની મહિલા પાસે પતિ દહેજ માગતો હતો દરિયાપુરમાં રહેતી ડોકટર મહિલાએ વડોદરામાં રહેતા તેના એન્જીનીયર પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.…

    વટવામાં માલ આપવાનું કહી વેપારી સાથે 12 લાખની ઠગાઈ

    4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ

    નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા

    વટવામાં ધોળેદિવસે યુવકને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ લૂંટી બે ફરાર

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા