ડમી ગ્રાહક મોકલીને રેડ પાડી મેનેજરની ધરપકડ કરી, માલિક સામે ગુનો નોધ્યો
સિંધુ ભવન રોડ ઉપર આવેલા ઘ ઓઝોન સ્પાની આડમાં દેહવિક્રયનો વેપાર ચાલતો હતો. એલસીબીએ ડમી ગ્રાહકને સ્પામાં મોકલી દરોડો પાડયો ત્યારે સ્યામાં 3 યુવતી, 4 ગ્રાહક, એક ડમી ગ્રાહક અને મેનેજર મળી આવ્યા હતા. પોલીસે મેનેજરની ધરપકડ કરી માલિકો સામે ગુનો નોંધ્યો હતો.
સિંધુ ભવન રોડ પરના સિલ્વર રેડિયમ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા ધ ઓઝોન સ્યાની આડમાં દેહ વિક્રયનો વેપાર ચાલતો હોવાથી પોલીસે ડમી ગ્રાહક તરીકે યુવકને સ્યામાં મોકલ્યો હતો. યુવકને પાર્ટીશન વાળી કેબિનમાં લઈ ગયા બાદ પોલીસને જાણ કરી દેતા પોલીસે દરોડો પાડયો હતો. આ અંગે પોલીસે સ્યાના મેનેજર કૈલાસ સખારામ ભારતી(32) (નારોલ) તેમજ સ્પાના માલિક અયાન મુબારકભાઈ રંગરેજ અને મોહસીન મુબારકભાઈ રંગરેજ(બંને રહે. દાણીલીમડા) વિરુધ્ધ ગુનો નોંધી કૈલાસ ભારતીની ધરપકડ કરી હતી. જ્યારે અયાન અને મોહસીન મળ્યા નહીં હોવાથી તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.
નાના પાર્ટીશન વાળી અલગ 8 રૂમ બનાવી હતી
સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ચલાવવા માટે અયાન અને મોહસીને નાના પાર્ટીશન વાળી 8 રૂમ બનાવી હતી. જેથી કોઈ પણ ગ્રાહક આવે એટલે કૈલાસ છોકરીઓને રિસેપ્શન કાઉન્ટર પર બોલાવતો હતો. ત્યાંથી ગ્રાહક છોકરી પસંદ કરીને એડવાન્સમાં પૈસા જમા કરાવતા હતા, ત્યારબાદ છોકરીઓ ગ્રાહકને શરીર સુખ માણવા માટે પાર્ટીશન વાળી રૂમમાં લઈ જતી હતી.
3 હજારમાંથી 1500 રૂપિયા સ્પા થેરાપીસ્ટ યુવતીને મળતા હતા
સ્યામાંથી મળી આવેલી ૩ યુવતીઓની પોલીસે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ સ્પા થેરાપિસ્ટ તરીકે નોકરી કરે છે, પરંતુ આ સ્યામાં મસાજ પાર્લરની આડમાં દેવ વિક્રયનો વેપાર ચાલતો હતો. જ્યાં આવતા ગ્રાહક પાસેથી મેનેજર કૈલાસ રૂ.3 હજાર લેતો હતો. જેમાંથી રૂ.1500 છોકરીને મળતા હતા.