રાજ્યના તમામ સીપી અને એસપીને ગૃહ વિભાગની બીજી ફટકાર
SMC પોલીસ સ્ટેશનની જેમ કામ કરશે, ન્યાય ક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે
ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુરુવારે એક પરિપત્ર કરીને રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની સત્તામાં વધારો કરતો હુકમ કર્યો છે. આ પરિપત્ર અનુસાર એસએમસી સ્વયં પોલીસ સ્ટેશનની તર્જ પર કામ કરશે અને નાગરિકો પોતાની ફરિયાદ ઓનલાઈન કે રૂબરૂ નોંધાવી શકશે. એસએમસીના પોલીસ સ્ટેશનનું ન્યાયક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે એટલે કે ગુજરાતના કોઈ પણ ખૂણે વસતો નાગરિક જો સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ન ઈચ્છે તો તે એસએમસીમાં ફરિયાદ નોંધાવી શકશે.
ગુજરાત સરકારે એક સપ્તાહમાં જ રાજ્યના તમામ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને બીજી ફટકાર લગાવી છે. અગાઉ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને તાકીદ કરી હતી કે, નાગરિકો ફરિયાદ નોંધાવવા આવે ત્યારે એફઆઈઆર નોંધવામાં દુર્લક્ષ સેવવું નહીં. પોતાના વિસ્તારમાં ક્રાઈમ રેટ નીચો દેખાડવા માટે પોલીસ એફઆઈઆર લેવાને બદલે માત્ર અરજી કે જાણવા જોગ ફરિયાદ લઈ લેતી હતી. જેને કારણે આવી ફરિયાદોનો નિવેડો લાવી
એસએમસીની સત્તા વધતા અને તેઓ એફઆઈઆર લેવા સક્ષમ બનતા તેઓ ગુનાના તળ સુધી પહોંચી તપાસ કરી શકશે અને કોઈ પણ વગદાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં પણ ભરી શકશે. સ્થાનિક પોલીસ અધિકારીઓ ગુનાની તપાસમાં લીપાપોતી કરતા હતા તે અટકશે. અત્યાર સુધી એસએમસી જે તે સ્થળે દરોડા પાડી તેનાં ગુનાની ફરિયાદ સ્થાનિક પોલીસ તંત્રને નોંધવા ભલામણ કરતી હતી. આથી ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસ તપાસમાં ઢીલ રાખે તેવું પણ બનતું હતું. આ ઉપરાંત એસએમસી પોતે કરેલી રેઈડની માહિતી રાજ્ય પોલીસ વડાને મોકલી આપતી હતી પણ તેના પર પણ પગલાં લેવાતા ન હતા.શકાતો ન હતો.