ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના સૌથી વધુ કેસ આવે છે, પણ કાયદો જટિલ હોવાથી પુરવાર થતા નથી

શહેરની વિવિધ ગ્રાહક અદાલતમાં 3 હજારથી વધુ કેસ છે, ડોક્ટર કસૂરવાર ઠરે તો દંડ ભરીને છૂટી જાય છે

શહેરમાં ચાલતી ગ્રાહક ફોરમ અને ગ્રાહક કોર્ટોમાં ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના સૌથી વધુ કેસ આવે છે. કાયદો જટિલ હોવાથી ડોક્ટરની બેદરકારી સાબિત કરવી જટિલ બાબત છે. જો કોઈ કેસમાં બેદરકારી સાબિત થાય તો ડોક્ટર માત્ર દંડ ભરીને છૂટી જાય છે. શહેરની વિવિધ ગ્રાહક કોર્ટમાં ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારી 3 હજારથી વધુ કેસ નોંધાયેલા છે. ખ્યાતિ હોસ્પિટલ જેવા જવલ્લે કોઇ કેસમાં તબીબની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે છે.

અમદાવાદની ગ્રાહક ફોરમ અને કોર્ટમાં નોંધાયેલા કેસ પૈકી સૌથી વધુ કેસ હોસ્પિટલો, દવાખાના અને ડોક્ટરની બેદરકારી સામે નોંધાયા છે. જેમાંથી 120 કેસ તો સીધા જ ડોક્ટર સામેના છે. જો કે ડોક્ટરની બેદરકારી સાબિત કરવાના મુખ્ય 3 સિદ્ધાંતોને સાબિત કરવા અઘરા હોવાથી કાયદાની છટકબારીના લીધે છટકી જાય છે. છેલ્લા એક વર્ષમાં તબીબી બેદરકારી અને હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના નિકાલ કરાયેલા કેસ પૈકી એક પણ ડોક્ટરને જેલની સજા કરાઈ નથી. 5 ડોક્ટરને સારવાર આપવામાં, નિદાન કરવામાં વિલંબ કર્યો હોય તેવા કિસ્સામાં દંડાત્મક સજા કરવામાં આવી છે. જેમાં ડોક્ટરને સારવારનો ખર્ચો થયો હોય તેટલો ખર્ચો ચૂકવવાની સજા કરવામાં આવી છે. પુરતું દંડાત્મક સજા પણ માત્ર 2 ટકા કિસ્સામાં જોવા મળી છે.

ગ્રાહક કોર્ટને બદલે પોલીસ ફરિયાદ થાય તો કાર્યવાહી શક્ય

ગ્રાહક કોર્ટમાં નોંધાયેલા કેસમાં તબીબી બેદરકારીને લીધે વાડજમાં રહેતી પ્રસૂતાને પોતાનું બાળક અને જીવન બંને ગુમાવવા પડયા હતા. આ કેસમાં પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની ટ્રાયલ શરૂ થતાં જ પોલીસે ડોક્ટર લાઈસન્સ વગર પ્રેક્ટિસ કરતા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. તપાસમાં ડોક્ટરે રાજસ્થાનની કોઇ માન્યતા વગરની યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. આ કેસમાં ડોક્ટરને કસૂરવાર ઠેરવ્યો છે પરંતુ તેની સામે હજુ સુધી ચુકાદો આપ્યો નથી.

સારવાર કે સર્જરી પહેલાં ડોક્ટર પાસે નિદાન લખાવવું જરૂરી

ગ્રાહક તકરાર-ગ્રાહક કોર્ટના નિષ્ણાતે સલાહ આપી હતી કે, જયારે સારવાર કે સર્જરી કરવાની હોય ત્યારે સર્જરી કરાવતા પહેલાં ડોક્ટરો પાસે તેમને થયેલા રોગ અને શું સારવાર કરી રહ્યા છે? તે અંગેનું લખાણ લેવું જરૂરી છે. સર્જરી કરવા માટે ડોક્ટર ઉતાવળ કરે તો પણ પેપર વાચ્યા વગર સહી કરવી જોઈએ નહીં.

  • Related Posts

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    થાણેથી ડિલિવરી આપવા આવી હોવાની શંકા સરદારનગરમાં પોલીસે એક મહિલાને બિચરના 24 ટીન સાથે ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગર…

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં દિવાનો બાદ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બિન હથિયારધારી 83 PSIની એક સાથે આંતરિક બદલીનો આદેશ આપ્યો છે.અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે

    અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ