દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

285 બોટલો મળી કુલ રૂ. 77 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

શહેરના દાણીલીમડા વિસ્તારમાં નશો કરવા માટે કફશીરપનુ વેચાણ કરતા એક યુવકની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી કફસીરપની 285 બોટલો કિંમત રૂપિયા 52 હજારની કબજે કરી હતી. આરોપીની પુછપરછમાં આ કફશીરપનો જથ્થો જુહાપુરાના એક શખ્સ સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચકો ગતિમાન કર્યા છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બીપીનચંદ્ર ખુશાલદાસને બાતમી મળી હતી કે દાણીલીમડા ઢોરબજાર ચાર રસ્તા પાસે એક વ્યકિત કોડેઈન ફોસ્ફેટ ધરાવતી કફશીરપનું ગેરકાયદેસર નશા માટે વેચાણ કરી રહી છે. બાતમીના પગલે પોલીસ ઈન્સ્પેકટર જી જે રાવતના માર્ગદર્શન હેઠળ પોલીસટીમે વોચ ગોઠવીને બાકરઅલી ઈમદાદઅલી સૈયદ( રહે. સોદાગરની પોળ જમાલપુર)ની ધરપકડ કરી તેની પાસેથી નશાકારક કફશીરપની 285 બોટલ કિંમત રૂ.52,725 તથા એકટીવા મોટર સાયકલ મળી કુલરૂ. 77725 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરતા તેણે એવી કબુલાત કરી િહતી કે આ કફશીરપનો કે આ કફશીરપનો જથ્થો તે જુહાપુરા અંબર ટાવર નજીક રહેતા નાવેદખાન પાસે લાવ્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી નાવેદખાનની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

  • Related Posts

    ચાંગોદરમાં 7 વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરી રહેલો હોમિયોપથી ડોક્ટર ઝડપાયો

    મોરૈયા ક્રોસિંગ પાસેના ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની કાર્યવાહી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી છેલ્લાં સાત વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરતા હોમિયોપથી ડોક્ટરને પકડી પાડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે…

    NRIએ મિત્ર સાથે મળી ડોલર છાપ્યા, સલૂનમાં વટાવવા જતાં પકડાયા

    ગાંધીનગરનો યુવક ઓસ્ટ્રેલિયામાં MBA કરી 20 વર્ષથી રહેતો હતો, પ્રિન્ટિંગ કારોબારી મિત્ર સાથે મળી વટવામાં નકલી ડોલર છાપવાનું શરૂ કર્યું ડોલર વટાવવા જતી વખતે એકને શંકા જતાં SOGને કહ્યું, ચારની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે

    જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

    ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

    દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

    અમરાઈવાડીમાં સ્કૂલની વિદ્યાર્થિની સાથે સિકયુરિટી ગાર્ડે છેડછાડ કરી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી