રાજ્યમાં ટ્રાફિકની ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર 18002331122

રાજ્યભરમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ખૂણેથી ફરિયાદ કરી શકશે

સરકારે ઈમેઈલ આઈડી તેમજ વેબસાઈટનો વિકલ્પ પણ આપ્યો

કોઈ પણ સામાન્ય માણસ પોલીસના દમનની ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સરકારે જાન્યુઆરી મહિનામાં ‘14449’ હેલ્પ લાઈન નંબર જારી કર્યો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મંગળવારે વધુ એક હેલ્પ લાઈન નંબર 18002331122′ જારી કર્યો છે. આ સાથે એક વેબ સાઈટ અને ઈમેલ પણ જારી કરવામાં આવ્યો છે. આ હેલ્પ લાઈન નંબર ઉપર રાજ્યના કોઈ પણ ખૂણામાંથી ગમે તે વ્યકિત અકસ્માત કે ટ્રાફિક જામની ફરિયાદ કરી શકશે. રાજ્યના તમામ હાઈવે, નાના -મોટા શહેર, તાલુકા, ગામડા, શેરી કે ગલી તમે ત્યાં અકસ્માત થાય અથવા તો કોઈએ રોડ ઉપર અડચણરૂપ વાહન પાર્ક કર્યુ હોય તો તેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે. સ્થાનિકોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા પરિણામલક્ષી કામ થતું ન હતું. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.

પોલીસ રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવામાં સંપૂર્ણ નિષ્ફળ હોવા અંગે હાઈકોર્ટ અવાર નવાર ગુજરાત સરકાર, ગૃહ વિભાગ અને ટ્રાફિક પોલીસને ઝાટકે છે. શહ હાઈકોર્ટની ટકોર બાદ આખરે મંગળવારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ અકસ્માત કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તો ગમે તે નાગરિક આ નંબર ઉપર ફોન કરશે તો તે વિસ્તારના પોલીસ અધિકારી – કર્મચારી ત્યાં પહોંચીને

સમસ્યાનું નિરાકરણ લાવશે. અહીં ફરિયાદ થઈ શકશે. ટ્રાફિક માટેનો હેલ્પ લાઈન નંબર-

18002331122, ‘https://gujhome.gujarat.gov. in/portal ,’trafficgrievance@gujarat

  • Related Posts

    અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ.

    પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાં (DGP Vikas Sahay) આદેશ મુજબ, બદલી કરાયેલ તમામ પોલીસકર્મીઓને (Ahmedabad Police) બદલીવાળી જગ્યાએ હાજર થવા અને તાત્કાલિક અસરથી છૂટા કરવાની સૂચના અપાઈ છે. જણાવી…

    અમદાવાદમાં વધતી ગુનાખોરી વચ્ચે CP સાહેબ એક્શન મોડમાં

    એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ઝીલારીયા |સસ્પેન્ડ, એલિસબ્રિજ ફાયરિંગ કરી હત્યાના મામલે ઢીલી કામગીરી બાબતે સસ્પેન્ડ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ સસ્પેન્ડ કરાયા. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર ગુનાખોરી કાબૂમાં ન રાખનારા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ.

    અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ.

    અમદાવાદમાં વધતી ગુનાખોરી વચ્ચે CP સાહેબ એક્શન મોડમાં

    અમદાવાદમાં વધતી ગુનાખોરી વચ્ચે CP સાહેબ એક્શન મોડમાં

    પીએમ જય સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ નહીં યોજી શકે

    પીએમ જય સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ નહીં યોજી શકે

    સિંધુ ભવન રોડ પરના ધ ઓઝોન સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો વેપાર પકડાયો

    સિંધુ ભવન રોડ પરના ધ ઓઝોન સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો વેપાર પકડાયો

    વિરમગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે.

    વિરમગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે.

    વટવા વિસ્તારના નવજીવન ફ્લેટમાં નાના છોકરાને અગાઉ અદાવત ને લઈને જાનથી મારવાની કોશિશ કરવામાં આવ્યું.

    વટવા વિસ્તારના નવજીવન ફ્લેટમાં નાના છોકરાને અગાઉ અદાવત ને લઈને જાનથી મારવાની કોશિશ કરવામાં આવ્યું.