ગણેશ મહોત્સવ સુધી 83 PIને રાત્રે 12 સુધી સ્ટેશન ન છોડવા કમિશનરનો આદેશ, 7 PI ઘરે આરામ કરતા હતા

સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલ રૂમને લોકેશન લેવા અપાયેલી સૂચનામાં પોલપટ્ટી પકડાઈ ગઈ

ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી દરેક પીઆઈને પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર નહીં છોડવા શહેર પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને રાતે 12 વાગ્યે સેક્ટર-1 અને 2ના 47 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનના 83 પીઆઈનું લોકેશન માંગવા સૂચના આપી હતી. જેમાં સેકટર -1 ના 27 પોલીસ સ્ટેશનમાંથી 7 પોલીસ સ્ટેશનના પીઆઈ તેમના ઘરે જ હાજર મળી આવ્યા હતા. કમિશનરની કડક સૂચના છતાં આ ગુલ્લી બાજ પીઆઈ પોલીસ સ્ટેશન અને વિસ્તાર છોડીને ઘરે પહોંચી જતા તેમની સામે કરાઈ ઘટનાના પગલે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઈને ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર ન છોડવા સૂચના આપી હતી. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને રાતે 12 વાગ્યે દરેક પીઆઈ અને એસીપીનું લોકેશન ૧ માંગવા સૂચના આપી હતી. સોમવારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સેકટર – 1ના 27 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપીના લોકેશન માગ્યા હતા. જેમાંથી સેકટર-1ના 7 પોલીસ સ્ટેશનના પીઆઈના લોકેશન તેમના ઘરના જ મળ્યા હતા.

સેકટર-2 ના એક પણ PIનું લોકેશન ન પૂછાયું, તપાસ શરૂ

આ 7 પોલીસ ઈન્સ્પેક્ટર ઘરે હતા

*આર.વી.વિંછી, સિનિયર પીઆઈ, બોડકદેવ
*બી.કે. ભારાઈ, સિનિયર પીઆઈ, આનંદ

  • એન.બી. બારોટ, સિનિયર પીઆઈ, સોલા હાઈકોર્ટ
  • વી.જે. ચાવડા, સિનિયર પીઆઈ, નારણપુરા
  • એ.એ. દેસાઈ, સિનિયર પીઆઈ. નવરંગપુરા
  • એન.એસ. ખોખર, સેકન્ડ પીઆઈ. ચાંદખેડા
  • સી.વી. ગોસાઈ, સેકન્ડ પીઆઈ. શહેરકોટડા

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં