અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો

અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ ગૌતમભાઈએ ધ્રુવની બહેનને રૂ. 15 હજાર હાથઉછીના આપ્યા હતા. ત્યારબાદ ધ્રુવના મોટાભાઈ રાહુલે ફોન કરીને બીજા પાંચ

હજાર માંગતા ગૌતમભાઈએ તેમની પાસે પૈસા નહી હોવાનુ કહ્યું હતુ. આ વાતને લઈને રાહુલે ગૌતમભાઈને શુક્રવારે મોડીરાતે સત્તાધાર રોડ પર એક મેડીકલ સ્ટોર પાસે બોલાવ્યા હતા જયાં રૂપિયા આપવાની ના કેમ પાડે છે તેમ કહી ઝઘડો કરીને લોખંડની ફ્રેમની કાંચની બારી લઈ આવી ગૌતમભાઈને મારતા ઈજા થતા લોહી નીકળવા લાગ્યુ હતુ. આ અંગે રાહુલ સામે અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી