વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો
અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ ગૌતમભાઈએ ધ્રુવની બહેનને રૂ. 15 હજાર હાથઉછીના આપ્યા હતા. ત્યારબાદ ધ્રુવના મોટાભાઈ રાહુલે ફોન કરીને બીજા પાંચ
હજાર માંગતા ગૌતમભાઈએ તેમની પાસે પૈસા નહી હોવાનુ કહ્યું હતુ. આ વાતને લઈને રાહુલે ગૌતમભાઈને શુક્રવારે મોડીરાતે સત્તાધાર રોડ પર એક મેડીકલ સ્ટોર પાસે બોલાવ્યા હતા જયાં રૂપિયા આપવાની ના કેમ પાડે છે તેમ કહી ઝઘડો કરીને લોખંડની ફ્રેમની કાંચની બારી લઈ આવી ગૌતમભાઈને મારતા ઈજા થતા લોહી નીકળવા લાગ્યુ હતુ. આ અંગે રાહુલ સામે અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.