નરોડા પોલીસે બાતમીના આધારે મુઠીયા ટોલ ટેક્સથી ગામ વચ્ચે વોચ ગોઠવીને અલ્ટોકાર લઈને આવેલા બ્રિજેશ ગણપતજી ઝાલા(ઉ.19 રહે પરબડીવાસ, નરોડાગામ) ને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 144 બોટલ અને બિયરના 192 ટીન કુલ કિંમત 3.85440 મળી આવ્યા હતા. આ અંગે બ્રિજેશને પુછતા વિજયકુમાર ઉર્ફે બિજલ બારિયા (રહે તેલાવ સાણંદ)ના કહેવાથી રાજસ્થાનથી પારસ નેપાળીની સાતે જઈને આ -દારૂબિયર લાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે બ્રિજેશની ધરપકડ કરી અન્ય બે સામે પણ ગુનો દાખલ કરી તેમની શોધખોળ આદરી છે.
કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા
2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…