નરોડા પોલીસે બાતમીના આધારે મુઠીયા ટોલ ટેક્સથી ગામ વચ્ચે વોચ ગોઠવીને અલ્ટોકાર લઈને આવેલા બ્રિજેશ ગણપતજી ઝાલા(ઉ.19 રહે પરબડીવાસ, નરોડાગામ) ને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 144 બોટલ અને બિયરના 192 ટીન કુલ કિંમત 3.85440 મળી આવ્યા હતા. આ અંગે બ્રિજેશને પુછતા વિજયકુમાર ઉર્ફે બિજલ બારિયા (રહે તેલાવ સાણંદ)ના કહેવાથી રાજસ્થાનથી પારસ નેપાળીની સાતે જઈને આ -દારૂબિયર લાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે બ્રિજેશની ધરપકડ કરી અન્ય બે સામે પણ ગુનો દાખલ કરી તેમની શોધખોળ આદરી છે.
વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી
વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…