શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ કારણોસર ગુરુવારે બપોરના 4 વાગે પોતાના ઘરે ગળેફાંસો ખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતુ. આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા માટે જવાબદાર કારણની તપાસ હાથ ધરી છે.
વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી
ગત વર્ષે વટવા વિસ્તારમાં અંગત અદાવતમાં મકાનને આગ ચાંપવાની ગંભીર ઘટના બની હતી. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસે નવાપુરા ગામના રાજા ઉર્ફે બોખો સહિત…








