રામોલ હાથીજણના ભાજપના કોર્પોરેટર દારૂ પીધેલા પકડાયા

વેપારીના ઘરે જઈ બકવાસ કર્યાની ફરિયાદ

રામોલ હાથીજણ વોર્ડના ભાજય કોર્પોરેટર સિદ્ધાર્થ પરમાર સામે દારૂ પીધેલી હાલતમાં બફાટ કર્યાની ફરિયાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હાથીજણ વિવેકાનંદ નગરમાં રહેતા વેપારી અનિલકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત મંગળવારે તેઓ મણિનગર દવાખાનાનુ કામ પતાવીને ઘરે આવ્યા ત્યારે રાતના 12.20 વાગે તેમના મિત્રનો પુત્ર હર્શલ સેવક અને બ્રિજેશ પરમાર તેમના ઘર પાસે ઉભા હતા.આ લોકોએ તેમને જાણ કરી હતી કે તેમની ગેરહાજરીમાં મ્યુનિસિપલ કાઉન્સીલર સિદ્ધાર્થ પરમાર કેફી પીણું પીધેલી હાલતમાં આવ્યા હતા અને કહ્યુ હતુ કે ઉર્મિલભાઈ અને યશભાઈનો જે બનાવ બન્યો તો તમારા નેતાઓ કથા ગયા હતા બચાવવા આવ્યા નહીં તેમ કહીને અપશબ્દો બોલીને જાહેરમાં બકવાટ કર્યો હતો.

આ જાણ્યા બાદ અનિલકુમાર પટેલે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટર સિદ્ધાર્થ પરમાર સામે ફરિયાદ કરી હતી. જેના પગલે વિવેકાનંદ નગર પોલીસની ટીમ દિનદયાલ નગર સીમાકોલોની પાસે સિદ્ધાર્થ પરમારના ઘર પાસે પહોંચી હતી. જયાં તેમને બોલાવીને તપાસ કરતા તેઓ જાહેરમાં લથડીયા ખાતા બકવાટ કરતા મળી આવ્યા હતા. આ અંગે વિવેકાનંદનગર પોલીસે કોર્પોરેટર સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.