ઘોડાસરમાં રહેતા બ્રિજેશભાઈ કાયસ્થ વટવા જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં નોકરી કરે છે. તેમની કંપનીમાં બિપીન ગંધકવાલા ચેન્જ પાર્ટસ મેનેજર, અક્ષયકુમાર પટેલ વી.એમ.સી પ્રોગામર અને મયંક સાદરિયા વી.એમ.સી ઓપરેટર તરીકે નોકરી કરતા હતા.
બાદમાં તમામે નોકરી પર આવવાનું બંધ કર્યુ હતુ. જે બાદ હૈદરાબાદથી કસ્ટમરે ચેન્જ પાર્ટસ પ્રોબલેમ છે કહેતા એક કર્મી ત્યાં જતા ચેન્જ પાર્ટસ કંપનીનો ન હતો અને બિપીન ગંધકવાલા પાસેથી લીધેલ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે ઇન્સ્પેક્શન કરીને તપાસ કરતા ત્રણેયે ભેગા મળીને પાર્ટસ ડ્રોઇંગ અને અન્ય માહિતી અન્ય કંપનીને મોકલી છેતરપિંડી કરી હતી.