ખોખરામાં નકલી પોલીસે ધમકાવીને રૂપિયા પડાવી લીધા, એકની ધરપકડ

એક્ટિવાની ડેકી ખોલાવીને રૂપિયા લઈ નાસી છૂટયા હતા

ખોખરામાં રહેતો યુવક ટુ વ્હીલર લઈને ગોરના કુવા પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા પુરુષોએ પોલીસની ઓળખ આપીને તેને રોકીને ધમકી આપીને ડેકી ચેક કરવાના બહાને ડેકી ખોલાવી તેમાં પડેલા રૂપિયા 12 હજાર કાઢી નાસી છુટયા હતા. આ અંગે યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે પોલીસે બે પૈકી એક આરોપીની ધરપકડ કરી અન્યને ડીટેઈન કરીને તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીમાં પરિવાર સાથે રહેતો તેજસ માથુર (ઉ.22) ગત ૩જી જુલાઈના બપોરના સમયે બપોરના સમયે તેનું એકટીવા લઈને આંટો મારવા બહાર નીકળ્યો હતો.

આ સમયે તેના રોજીદા કામકાજના રૂપિયા એકટીવાની ડેકીમાં મુકેલા હતા. ત્યારે ગોરના કુવા પાસે પહોંચ્યો હતો તે સમયે એક્સેસ ટુ-વ્હીલ પર બે શખ્સો આવ્યા અને યુવકને અટકાવીને સાઈડમાં ઉભો રાખ્યો અને અમે પોલીસમાં છીએ અને તારા એકટીવાની ડેકીની તપાસ કરવાની છે કહીને દમદાટી આપવા લાગ્યા હતા. ગભરાયેલા યુવકે ફોન કાઢીને તેની બહેનને ફોન કરતા આરોપીઓ યુવકનો ફોન ખેંચી લીધો હતો. અને કોને ફોન કરે છે અમને ખબર છે તું શું ધંધા કરે છે પોલીસની કામગીરીમાં રૂકાવટ કરે છે જેલમાં નાંખી દઈશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. છેવટે યુવકે એકટીવાની ડેકી ખોલીને બતાવી તો તેમાં તેના ધંધાના અને ડીલીવરીના રૂપિયા જે ઓફીસે જમા કરાવવાના હતા.

તે રોકડા રૂપિયા ડેકીમાં જોઈને બનાવટી પોલીસ બનીને આવેલા બંને આરોપી આ રૂપિયા કોના છે? અને તારી પાસે ક્યાંથી આવ્યા કહીને વધુ દમ મારવાનું શરુ કરી દીધું હતું. હવે તો પોલીસ સ્ટેશન આવવું જ પડશે કહીને ઊંચા અવાજે યુવકને ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન યુવક સંપૂર્ણ ગભરાઈ ગયેલો હોવાનું માલુમ પડતા આરોપીએ યુવકની ડેકીમાં રહેલા 12 હજાર રૂપિયા બળજબરી પૂર્વક કાઢીને બંને આરોપીઓ ટુ-વ્હીલર લઈને નાસી છુટ્યા હતા. યુવકે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સંડોવાયેલા મોહમંદ શાહરુખ અંસારીની ધરપકડ કરી છે.

  • Related Posts

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો

    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    • By swagat01
    • November 25, 2025
    • 10 views
    સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    • By swagat01
    • November 20, 2025
    • 11 views
    મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    • By swagat01
    • November 14, 2025
    • 14 views
    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું