કાયદેસરના મકાનની બાજુમાં ગેરકાયદે મકાન બનાવી દસ્તાવેજ આપ્યો હતો
ખોખરામાં રહેતા વેપારીએ તેમના નજીકમાં રહેતા બે ભાઈઓનુ મકાન ખરીદવા માટે રૂ.27 લાખ બોનાપેટે આપ્યા હતા. આ દરમિયાન તેમને જાણ થઈ હતી કે આ મકાનની બાજુમાં બીજુ ગેરકાયદે મકાનનો તેમને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે. આ અંગે કોર્ટરાહે કાર્યવાહી ચાલુ હોવા છતાં મકાન ત્રાહિત વ્યકિતને વેચાણ કરી દેવાતા આ મામલે બે ભાઈઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
ખોખરા સર્વોદય નગરમાં રહેતા અતુલભાઈ મહાજને નોંધાવેલી ફરિયાદ મુજબ 2018માં તેમના મકાન લેવાનું હોઈ હાઉસીંગ બોર્ડમાં રૂ. અને સુરેશભાઈ શંભુભાઈ પટેલનું મકાન ખરીદવાની વાત કરતાં તેમનું રૂ. 45 લાખ ખરીદવાનુ નકકી કરીને 2 લાખ બાનાપેટે આપ્યા હતા. ત્યારબાદ આ બંને ભાઈએ તેમના પિતા શંભુભાઈ પટેલના નામનુ કન્વીઝ ડીડ તથા તેમણે કરેલા રૂ. 2010નો રજીસ્ટર દસ્તાવેજની નકલ આપી હતી. જે દસ્તાવેજના આધારે તેમને બાકીના રૂ. 18 લાખની લોન કરાવવાની હોઈ તેઓ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ગયા હતા. જયાં લોનની પ્રોસેસ કરાવી હતી.આ દરમિયાન તેમણે બેંકના મેનેજરે લોનનો ડીડી આપતા પહેલા મકાનની ચતુર્થ દિશામાં અસમાનતા હોવાનુ ધ્યાને દોર્યુ હતુ. આ અંગે અતુલભાઈએ અશોકભાઈને આવેલા અશોક શંભુભાઈ પટેલ વાત કરતા તેમણે ભૂલ સુધારીને બીજો દસ્તાવેજ બનાવી આપવાનું કહ્યું હતુ. બેંકમાંથી પાછા આવીને અશોકભાઈને ભૂલ સુધારવાના બાબતે વાત કરતા તેમણે આ ભૂલ મારાથી સુધરશે નહી જેથી મારે આ મકાન વેચવુ નથી તેમ કહ્યું હતુ.
આ દરમિયાન અતુલભાઈને જાણવા મળ્યુ હતુ કે આ લોકોએ તેમના કાયદેસરના મકાનની બાજુમાં જ બીજુ મકાન ગેરકાયદે બનાવીને તે મકાનનો દસ્તાવેજ તેમને કરી આપ્યો છે. આ બાબતે અતુલભાઈએ દિવાની કોર્ટમાં દાવો કર્યો હતો જે દાવો હાલમાં ચાલુ છે. તેમ છતાં અતુલભાઈએ આ મકાન બીજા કોઈ ખરીદ કરે નહીં તે માટે અખબારમાં જાહેરાત પણ આપી હતી. તેમ છતાં અશોકભાઈના પિતા શંભુભાઈએ ઉપરોક્ત કાયદેસરનુ મકાન તેમના મોટા દિકરા સુરેશભાઈ પટેલને બક્ષીસ દસ્તાવેજ કરી આપ્યો હતો અને આ મકાન સુરેશભાઈએ ગત ઓકટોબર 2019માં મનીષ મુદ્દલીયારને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપ્યુ હતુ. દરમિયાન અશોકભાઈના પિતા શંભુભાઈનુ 12 ફેબ્રુઆરી 2025માં અવસાન થયું હતુ.
આમ અશોકભાઈ અને સુરેશભાઈએ તેમના કાયદેસરના મકાનની બાજુમાં બીજુ ગેરકાયદે મકાન બનાવાની જાણ હોવા છતાં તે પૈકીનુ મકાન કાયદેસરનુ હોવાનુ જાણાવી અતુલભાઈને રૂ. 45 લાખમાં વેચાણ આપી તેમની પાસેથી રોકડા રૂ. 25 લાખ અને રૂ. 2 લાખ ચેક મળી કુલ રૂ. 27 લાખ મેળવી આ રૂપિયા પરત નહીં આપીને ઠગાઇ કરી હતી.