મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ

ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે એક ચોકાવનારો અને ભલભલાને હચમચાવી મચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ મહિલાઓએ મળીને 15 વર્ષની સગીરાને દેહ વેપારના ધંધામાં ધકેલી જીવન હરામ કરી નાખ્યું. પોલીસે કરેલી તપાસમાં કેટલીક ઘટસ્ફોટ માહિતી સામે આવી છે. Ahmedabad માં દેહ વ્યાપારમાં શામેલ ઝરીના શેખ, અફસાના બાનુ અને સરીન બાનું સગીરાને બુરખો પહેરાવી રિક્ષામાં વેપાર માટે લઈ જતી.

વટવા પોલીસે ત્રણ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી

વાત માત્ર આટલેથી અટકતી નથી જતી, પીડિતા સગીર વયની હોવાથી થાકી ન જાય અને ગ્રાહકોની હવસને પૂરી કરે તે માટે કોરેક્સની દવા પીવા માટે પણ મજબૂર કરવામાં આવતી હતી. આ મામલે પીડિતાના માતા-પિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વટવા પોલીસે ત્રણ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ત્રણ મહિલા આરોપીઓ સામે એક બે નહીં પરંતુ સબક મળે એ પ્રકારે 20 પ્રકારની અલગ અલગ સખત કલમ લગાવી કાયદાનો સકંજો કસાય એ પ્રકારે કાર્યવાહી કરાઈ છે.

  • સગીરાને 3 યુવતીઓએ બુરખો ફેરવી દેહ વ્યપાર માટે લઈ જતી
  • સગીરા નબળી ન પડે એટલે દવા પણ પિવડાવતા હતા
  • વટવા પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરાવતી ત્રણ મહિલાઓની કરી ધરપકડ
  • Related Posts

    ડોક્ટર મહિલાની સાસરિયાં સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

    દરિયાપુરની મહિલા પાસે પતિ દહેજ માગતો હતો દરિયાપુરમાં રહેતી ડોકટર મહિલાએ વડોદરામાં રહેતા તેના એન્જીનીયર પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.…

    વટવામાં માલ આપવાનું કહી વેપારી સાથે 12 લાખની ઠગાઈ

    4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    વાડજ પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે પ્રશ્નાર્થ

    વાડજ પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે પ્રશ્નાર્થ