
અમદાવાદની હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે YMCA ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં CBIના નકલી અધિકારીઓની રેઈડ કરાવનાર મામલે ત્રણ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ ત્રિવેદની સંડોવણી ખુલી
પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ ત્રિવેદની સંડોવણી ખુલી હતી. જેના આધારે આનંદનગર પોલીસે સોમવાર રાત્રે કપિલ ત્રિવેદની ધરપકડ કરી હતી.
CBIની ખોટી રેઈડ કરાવીને તેને માર માર્યો
તપાસમાં સામે આવ્યું હતું કે સુમિતને તેના એક દુરના સગાની દીકરી સાથે પ્રેમ સંબધ હતો. જેથી સુમિત યુવતી સાથે સંબધ ન રાખે તે બાબતે ધમકાવવા માટે તેને એડ ફિલ્મ અંગે મિટીંગનો ખોટો કોલ કરીને YMCA ક્લબમાં કપિલે બોલાવીને તેના મિત્રોની મદદ લઈને CBIની ખોટી રેઈડ કરાવીને તેને માર માર્યો હતો.