
અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાયું છે થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે
આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે હોસ્પિટલમાં ડિગ્રી વગરના ડોક્ટર્સ જ કામ કરતા હતા આ ડોક્ટર્સ જે ઓપરેશન કરતા હતા તે મેડિકલેમ પણ પાસ કરાવી આપતા હતા સરકારમાં રજીસ્ટ્રેશન વગર ધમધમતી હતી આ થ્રી સ્ટાર હોસ્પિટલ દર્દીઓને ખોટી રીતે એડમિટ કરી મેડિકલેમ મંજૂર કરાવતા હતા વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોળ ખુલી પડી ગઈ હતી ત્યારે હોસ્પિટલમાંથી હાલમાં ખોટા સિક્કા પેપર્સ સી ફોર્મ ખોટા રિપોર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે.