5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન

નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે

શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને પેવર બ્લોક નાંખવાની કામગીરી માટે કુલ રૂ 7.35 કરોડનો ખર્ચ કરવાનું મ્યુનિ.એ આયોજન કર્યું છે. જેમાં વટવા વોર્ડમાં ડ્રેનેજ સેકશન, મશીનહોલ બનાવવા તથા રીપેરીંગની કામગીરી કરાશે. ખાડિયામાં ડ્રેનેજ લાઈન અપગ્રડે કરવા અને નરોડામાં સ્ટોર્મ વોટર લાઈન નાંખવાનું કામ કરવામાં આવશે. જ્યારે કુબેરનગર અને સરદારનગરમાં આરસીસી રોડ અને પેવર બ્લોક લગાવાની કામગીરી કરવામાં આવશે.

વટવા વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનના મશીનહોલ જર્જરિત બની ગયા હતા. ઉપરાંત ઘણી જગ્યાએ ડ્રેનેજ સેકશન પણ ખરાબ થઈ ગયા હોવાથી તેને બદલવાની માગ ઊઠી હતી. એટલે વટવા વોર્ડમાં આવેલા ઘોડાસર વિસ્તાર,ગામતળ વિસ્તાર. સૈયદવાડી વિસ્તાર તેમજ અન્ય જરૂરી રસ્તાઓ ઉપર જરૂરિયાત અનુસાર ડ્રેનેજ સેકશન બદલવા, મશીનહોલ બનાવવા અને જરૂરિયાત મુજબ રીપેરીંગ કરવાના કામ માટે બીજી વાર ટેન્ડર મંગાવ્યું હતું. જેમાં એકમાત્ર કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડર ભરીને રૂ.47.94 લાખનો ખર્ચ કરાશે.જ્યારે ખાડિયા વોર્ડમા વર્ષો જુની ડ્રેનેજ લાઈનો હોવાના લીધે વારંવાર લાઈનોમાં ભંગાણ પડતા હોવાની ફરિયાદો ઊઠે છે. વારંવાર લાઈનો બદલવાની માંગ ઊઠવા છતાં થીંગડા મારવા જેવું સમારકામ કરીને મ્યુનિ કર્મચારીઓ સંતોષ માની લે છે. ત્યારે ખાડિયા વોર્ડમાંએમપી.એમએલએ, કાઉન્સિલર અને અન્ય બજેટમાંથી ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાના કામ માટે રૂ.65 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે નરોડા વોર્ડમાં ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ થતો ન હોવાથી પાણી ભરાઈ રહેવાની સમસ્યાઓથી લોકો હેરાન થઈ ગયા છે.

એટલે આ સમસ્યાના લીધે દર ચોમાચામાં પાણી ભરાવાનીસમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. એટલે નરોડા વોર્ડમાં પુષ્પક પંપીગથી અમુલ ચાર રસ્તા થઈને યોગી સર્કલ સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાના કામ માટે અદાજીત ભાવથી 18.61 ટકા ઓછા ભાવે એટલે રૂ.3.40 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કરાયું છે. જ્યારે ઉત્તર ઝોનના કેટલાક રોડબિસમાર બની ગયા હોવાથી તેને આરસીસી રોડ બનાવવા લોકો મ્યુનિ કોર્પોરેશનમાં રજૂઆતો કરતા હતા. જેના પગલે મ્યુનિ દ્વારા સરદારનગર અને કુબેરનગર વોર્ડમાં જુદા-જુદા મેઈન ટીપી રોડ અને એમપી.એમએલએ દ્વારા ફાળવેલા બજેટ પૈકીના રોડને આરસીસી રોડ અને પેવર બ્લોક લગાવવાના કામ માટે રૂ.2.82 કરોડનો ખર્ચ કરાશે.

વોટર નેટવર્ક નાખવાના કામની મુદત વધી

રામોલ-હાથીજણ વોર્ડમાં બચુભાઈ કુવા અને જાનીયાપીરના ટેકરા વિસ્તારમાં બનાવાતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવા રૂ.1.25 કરોડના ખર્ચે કામગીરી એક કોન્ટ્રાકટરને સોંપાઈ હતી. મંજુર થયેલા ટેન્ડરની સમય મર્યાદામાં તા.15-11-2023 ના થી વધારીને વધુ 9 માસ એટલે કે તા.15-8-2024 સુધીની મંજૂરી મળી હતી. હવે તેને પણ વધારીને વધુ 289 દિવસ એટલે કે 31-5-2025 સુધી વધારવાનું નક્કી કરાયું છે.

  • Related Posts

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    પોલીસે 9.94 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી શહેરનાવટવા વિસ્તારમાંસિન્થેટિક નશો કરનારા લોકોમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પર…

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયું

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.