વારંવાર ફરિયાદો છતાં તંત્ર કામ કરતું નથી
શહેરના દાણીલીમડા વોર્ડમાં આવેલા જુના મ્યુનિ લેબર ક્વાર્ટસમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી ગંદા આવી રહ્યા છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી જ નથી.
શહેરના દાણીલીમડમાં આવેલા જુના મ્યુનિ લેબર ક્વાર્ટસના બી બ્લોકમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે સ્થાનિક આબીદઅલીએ જણાવ્યું હતું કે, પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાથી રહીશો પરેશાન થઈ ગયા છે. આ મામલે વારંવાર મ્યુનિ કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી.
જેના લીધે આખરે તો રહીશોને હેરાન-પરેશાન થઈ ગયા છે. દૂર્ગંધ મારતા પાણી અંગે મ્યુનિ. માં ઓનલાઈન ફરિયાદ નોંધાવે તો માત્ર અધિકારીઓ રાઉન્ડ મારીન જતાં રહે છે, પરંતુ કામગીરી કરવાનુ નામ લેતા નથી. ઘણીવાર તો ઓનલાઈન ફરિયાદના જવાબમાં સમસ્યા ઉકેલાઈ ગઈ કહીને ફરિયાદ ક્લોઝ કરી દે છે.