અન્ય વાહનમાં પેટ્રોલ ભરતા મારામારી કરી
વટવામાં પેટ્રોલપંપ પર ટુ વ્હીલરમાં પેટ્રોલનુ ઢાંકણું નહી ખુલતા સાઈડમાં ઉભા રહેવાનુ કહેનારા પેટ્રોલપંપના કર્મચારીને ત્રણ અજાણ્ય શખ્સોએ પટ્ટાથી માર માર્યો હતો. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર સામે ફરિયાદ નોંધાવી છે.
વટવામાં રહેતા રાજેશભાઈ પાલ રીંગરોડ પર આવેલ પાર્થ પેટ્રો સ્ટેશન નામના ખાનગી કંપનીના પેટ્રોલપંપ પર ફીલર તરીકે નોકરી કરે છે. ગત 18મેએ રાત્રીના સમયે તેઓ નોકરી પર હાજર રહીને વાહનોમાં પેટ્રોલ ભરતા હતા. તે સમયે એક ટુ-વ્હીલર પર ત્રણ શખ્સો આવ્યા હતા. ત્યારે તે ટુ-વ્હીલરમાં પેટ્રોલ ભરવાનો વારો આવ્યો ત્યારે પેટ્રોલનું ઢાંકણુ ખુલ્યુ ન હતુ.
જેથી રાજેશભાઈએ ટુ-વ્હીલરચાલકને સાઇડમાં ઉભા રહેવાનું કહીને કહીને પાછળના ટુ-વ્હીલરમાં પેટ્રોલ ભર્યું હતુ. આ દરમ્યાન ટુ-વ્હીલરચાલકનું ઢાંકણુ ખુલી જતા તેને રાજેશભાઈને બિભત્સ ગાળો બોલીને તે કેમ મારી વાહન પહેલા બીજા વાહનમાં પેટ્રોલ ભર્યું કહીને ઝઘડો કરીનો જતા રહ્યા હતા. થોડીવાર બાદ ફરીથી ટુ-વ્હીલચાલક સહિત બે ટુ-વ્હીલર પર ચાર શખ્સો હાથમાં પટ્ટો લઈને આવ્યા હતા. બાદમાં ચારેય શખ્સોએ રાજેશભાઈ સાથે ઝઘડો કરીને તેમને પટ્ટાથી ફટકારી જાનથી મારવાની ધમકી આપીને ચારેય જતા રહ્યા હતા.