એક્ટિવાની ડેકી ખોલાવીને રૂપિયા લઈ નાસી છૂટયા હતા
ખોખરામાં રહેતો યુવક ટુ વ્હીલર લઈને ગોરના કુવા પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા પુરુષોએ પોલીસની ઓળખ આપીને તેને રોકીને ધમકી આપીને ડેકી ચેક કરવાના બહાને ડેકી ખોલાવી તેમાં પડેલા રૂપિયા 12 હજાર કાઢી નાસી છુટયા હતા. આ અંગે યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે પોલીસે બે પૈકી એક આરોપીની ધરપકડ કરી અન્યને ડીટેઈન કરીને તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડીમાં પરિવાર સાથે રહેતો તેજસ માથુર (ઉ.22) ગત ૩જી જુલાઈના બપોરના સમયે બપોરના સમયે તેનું એકટીવા લઈને આંટો મારવા બહાર નીકળ્યો હતો.
આ સમયે તેના રોજીદા કામકાજના રૂપિયા એકટીવાની ડેકીમાં મુકેલા હતા. ત્યારે ગોરના કુવા પાસે પહોંચ્યો હતો તે સમયે એક્સેસ ટુ-વ્હીલ પર બે શખ્સો આવ્યા અને યુવકને અટકાવીને સાઈડમાં ઉભો રાખ્યો અને અમે પોલીસમાં છીએ અને તારા એકટીવાની ડેકીની તપાસ કરવાની છે કહીને દમદાટી આપવા લાગ્યા હતા. ગભરાયેલા યુવકે ફોન કાઢીને તેની બહેનને ફોન કરતા આરોપીઓ યુવકનો ફોન ખેંચી લીધો હતો. અને કોને ફોન કરે છે અમને ખબર છે તું શું ધંધા કરે છે પોલીસની કામગીરીમાં રૂકાવટ કરે છે જેલમાં નાંખી દઈશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. છેવટે યુવકે એકટીવાની ડેકી ખોલીને બતાવી તો તેમાં તેના ધંધાના અને ડીલીવરીના રૂપિયા જે ઓફીસે જમા કરાવવાના હતા.
તે રોકડા રૂપિયા ડેકીમાં જોઈને બનાવટી પોલીસ બનીને આવેલા બંને આરોપી આ રૂપિયા કોના છે? અને તારી પાસે ક્યાંથી આવ્યા કહીને વધુ દમ મારવાનું શરુ કરી દીધું હતું. હવે તો પોલીસ સ્ટેશન આવવું જ પડશે કહીને ઊંચા અવાજે યુવકને ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન યુવક સંપૂર્ણ ગભરાઈ ગયેલો હોવાનું માલુમ પડતા આરોપીએ યુવકની ડેકીમાં રહેલા 12 હજાર રૂપિયા બળજબરી પૂર્વક કાઢીને બંને આરોપીઓ ટુ-વ્હીલર લઈને નાસી છુટ્યા હતા. યુવકે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સંડોવાયેલા મોહમંદ શાહરુખ અંસારીની ધરપકડ કરી છે.