વસ્ત્રાલમાં ઘરેલુ હિંસામાં પકડ વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ઝઘડો

રામોલ પોલીસે ઝઘડો કરનારી મહિલા અને યુવક સામે ગુનો નોંધ્યો

શહેરમાં હવે વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ગેરવર્તન થયુ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વસ્ત્રાલમાં ઘરેલુ હિંસાના કેસમાં પકડ વોરંટની બજાવણી કરવા માટે રામોલ પોલીસના બે કર્મચારી ગયા હતા. ત્યારે જેના નામનુ વારંટ હતુ તે વ્યક્તિ હાજર ન હોઈ તેના પરિવારના બે સભ્યોએ પોલીસ સાથે ગેરવર્તન કરીને તમે અમારા ઘરે આવી રીતે આવી શકો નહીં કહીને ઝઘડો કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. જેના પગલે રામોલ પોલીસે ઝઘડો કરનારી ધારી વૃદ્ધા અને યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ડોમેસ્ટિક રિકવરીનું પકડ વોરંટ બજાવવા ગયેલી રામોલ પોલીસને પણ કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ મહાદેવનગર ટેકરા પાસેની સાંઈધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કલ્પેશકુમાર રામસેવક ભદોરિયાની વિરુદ્ધમાં નામદાર એડીશનલ ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલું હિંસાનો કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં ચાલતી મુદતે આરોપી કલ્પેશ ભદોરિયા કોર્ટ સમક્ષ હાજર નહી રહેતા તેમના વિરુદ્ધમાં કોર્ટે પકડ વોરંટ કાઢ્યું હતું. રવિવારે સાંજે રામોલ પોલીસના બે કર્મચારી કલ્પેશ ભદોરિયાના રહેણાક મકાનમાં પકડ વોરંટની બજવણી કરવા પહોચ્યા હતા.

ત્યારે ઘરમાં હજાર 55 વર્ષીય સુનિતાબેન ભદોરિયા અને 31 વર્ષીય મનીષ ભદોરિયા આવ્યા અને વોરંટની બજાવણી કરવા આવેલ રામોલ પોલીસના બંને કર્મીઓ સાથે ઉદ્ધાતાઈપૂર્વકનું વર્તન કરવા લાગ્યા હતા.તેમજ કહેવા લાગ્યા હતા કે, તમે અમારા ઘરે આવી રીતે આવી શકો નહીં કહીને ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ રામોલ પોલીસે મહિલા પોલીસ સહીતનો સ્ટાફ બોલાવીને વૃદ્ધા અને યુવકને રામોલ પોલીસ સ્ટેશન લાવીને બંને વિરુદ્ધ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં