
કૌભાંડના કેન્દ્રમાં રહેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાઈ હોવાની શંકા
જીએસટી કૌભાંડના કેન્દ્ર બિંદુમાં આવેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે રાજ્યની 50 સહિત દેશની 186 શંકાસ્પદ પેઢી સંકળાયેલી હોવાના અહેવાલ છે. આ તમામ સામે તપાસ શરૂ થઈ છે. ભાવનગરના એઝાઝ માલદાર અને અબ્દુલકાદર કાદરીએ બોગસ ડોક્યુમેન્ટને આધારે ધ્રુવી એન્ટરપ્રાઈઝની રચના કરી હતી.
આ પેઢી સાથે સંકળાયેલી અન્ય કેટલીક પેઢી પણ ખોટા આર્થિક વ્યવહાર કરી કરોડોની વેરાશાખ સગેવગે કરતી હોવાનું ખૂલ્યું છે. તપાસમાં એવું પણ પકડાયું છે
કેટલાક લોકોએ 15થી 20 બોગસ પેઢી ખરીદી હતી અને આ પેઢીઓ લાખોની રકમમાં અન્યને વેચી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે વ્યવહારો કરનારી સુરત, જૂનાગઢ, ભાવનગરની પેઢીઓ પકડી પાડી હતી.