દેશભરમાં 200થી વધુ બોગસ પેઢીઓનું કરોડોનું કૌભાંડ
GST-IB, ક્રાઇમ બ્રાન્ચના રાજ્યમાં 14 સ્થળે દરોડા, 33થી વધુની અટક
ડાયરેકટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજેન્સ (ડીજીજીઆઈ)એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જુનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરના 14 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્રના એક ધારાસભ્યના પુત્ર ઉપરાંત પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ ‘હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું.. બોગસ પેઢીઓની પેઢી બનાવનાર 1.અરહંમ સ્ટીલ નિમેશ વોરા, હેતલબહેન વોરા 2. ઓમ કન્ટ્રકશન કંપની રાજેન્દ્રસિંહ સરવૈયા, વનરાજસિંહ સરવૈયા, બ્રીજરાજસિંહ સરવૈયા, હિત્વરાજસિંહ સરવૈયા 3. શ્રી કન્કેશ્વરી એન્ટરપ્રાઈઝ કાળુભાઇ વાઘ, પ્રફુલભાઈ વાજા, મનન વાજા, જયેશભાઇ વાજા, વિજય વાઘ4. રાજ ઇન્ફ્રા રત્નદીપસિંહ ડોડીયા, જ્યેશકુમાર સુતરીયા, અરવિનંદ સુતરીયા : 15. હરેશ કન્ટ્રકશન કંપની નિલેષ નસીત, જ્યોતીષ ગોંડલીયા, પ્રભાબહેન ગોંડલીયા 6. ડી.એ. એન્ટરપ્રાઈઝ લાંગા મનોજકુમાર રામભાઈ. વિનુભાઈ નટુભાઈ પટેલ 7. ઈથીરાજ કન્ટ્રકશન પ્રા. લી. નિલેષ નસીત, જ્યોતીષભાઇ ગોંડલીયા, પ્રભાબહેન ગોંડલીયા, 8. બી.જે. ઓડેદરા ભગીરથ, ભોજાભાઈ ઓડેદરા, કેશુભાઈ ઓડેદરા, ભોજાભાઈ જેસાભાઈ ઓડેદરા, અભાભાઈ જેસાભાઈ ઓડેદરા, 9. આર.એમ. દાસા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નાથાભાઇ દાસા, રમણભાઈ દાસા, 10 આર્યન એસોસીએટસ અજય બારડ, વિજયકુમાર બારડ, રમેશ કાળાભાઈ બારડ 11. . પૃથ્વી બિલ્ડર્સ પરેશ પ્રદિપભાઈ દોઢીયા 12 પરેશ પ્રદિપભાઈ ડોડીયા પરેશ ડોડીયા છે.