તારીખ ૧૬-૧-૨૦૨૫ ને ગુરૂવારના રોજ ભાવનગર જિલ્લા કક્ષાના કલામહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભમાં વર્ષ ૨૦૨૩ના એક જ વર્ષમાં લોકકલામાં રાષ્ટ્રીય બિસ્મિલ્લાખાન યુવા પુરસ્કાર અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવીને ભાવેણાનું ગૌરવ વધારવા બદલ કુશલ દીક્ષિતનું સમારોહના અધ્યક્ષ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યુ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જેણે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલ એવા નીતિનભાઈ દવે, અમુલભાઈ પરમાર, રઘુવીરભાઈ કુંચાલા અને ડૉ. નીપા ઠક્કરને પણ સન્માનપત્રથી સન્માનિત કરાયા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કરેલ જેમાં શ્રી ગોહિલ સાહેબ‚ શિશુવિહારના પ્રમુખ હીનાબેન ઓઝા, વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મિતુલ રાવલે પોતાની લાક્ષણિક શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રાસ- ગરબા સ્પર્ધાની નિર્ણાયક પેનલમાં કુશલ દીક્ષિત, નીતિનભાઈ દવે, અમુલભાઈ પરમાર સુરેશભાઈ વગેરેએ સેવા આપી હતી સૌ સ્પર્ધકોએ પોતપોતાની આગવી કલા પીરસી સ્પર્ધામાં રંગ જમાવ્યો હતો