પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાં (DGP Vikas Sahay) આદેશ મુજબ, બદલી કરાયેલ તમામ પોલીસકર્મીઓને (Ahmedabad Police) બદલીવાળી જગ્યાએ હાજર થવા અને તાત્કાલિક અસરથી છૂટા કરવાની સૂચના અપાઈ છે. જણાવી દઈએ કે, ફરજ પર નિષ્કાળજી દાખવા અને ધીમી કાર્યવાહી કરવા બદલ ગઈકાલે એક જ દિવસમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ.પટેલ (PI S.A. Patel) અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI BD ઝિલારિયાને (PI BD Zhilariya) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે, આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PSO લાલસંગ સાગરદાન ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PI એલ.એલ. ચાવડા સામે પણ તપાસનો હુકમ કરાયો છે.
માહિતી અનુસાર, ADGP ખુરશીદ એહમદ (ADGP Khursheed Ahmed) દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓને અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. એવી ચર્ચા છે કે બદલી કરાયેલા પોલીસકર્મીઓ સામે ગંભીર આરોપ છે.
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ ‘કાંડ’ (Khyati Hospital Kand) અને સતત વધી રહેલા હત્યાનાં બનાવ અને ગુનાખોરીને લઈ શહેર પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં બે PI જ્યારે આજે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે, શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓની અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવાનો આદેશ કરાયો છે.