બોબી પટેલનો ભાગીદાર બિપીન ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો
ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલનો ભાગીદાર તેમજ મુખ્ય એજન્ટ બિપીન દરજી અઢી વર્ષ પછી પકડાયો છે. જો કે બોબી પટેલ પકડાયા બાદ અમેરિકા ભાગી જવા માટે બિપિને અમેરિકાથી ઈન્ટરનેશનલ સીમકાર્ડ મંગાવ્યું હતું અને તેનો જ ઉપયોગ કરતો હતો. જેથી તે પોલીસના રડારમાં આવતો ન હતો. જ્યારે પોલીસે બિપિન દરજીની મિલકતોની માહિતી એકત્રિત કરવાનું શરુ કર્યું છે.
પટેલ માટે ગ્રાહકો શોધી લાવવાનું સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓનું કહેવુ છે કે બોબી કામ બિપિન દરજી કરતો હતો. આટલું જ નહીં કયા ગ્રાહક પાસેથી કેટલા પૈસા લેવાના અને કયા ગ્રાહકનું કામ કયા એજન્ટને આપવું તે પણ બિપીન દરજી નક્કી કરતો હતો. આ કામ માટે બિપીન દરજી બોબી પાસેથી 25 ટકા જેટલુ કમિશન લેતો હતો.
USનું ઈન્ટરનેશનલ સિમકાર્ડ વાપરતો હોવાથી પકડાતો ન હતો
જ્યારે બોબી પટેલે રૂ.60 લાખથી માંડીને રૂ.1 કરોડ લઈને 100થી વધારે લોકોને ગેરકાયદેસ રીતે અમેરિકા મોકલ્યા હતા. જેથી બિપિન દરજી બોબી પટેલ પાસેથી કમિશનના કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હતા.
જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બિપિન દરજીની સ્થાવર અને જંગમ મિલકતોની પણ તપાસ શરુ કરી છે. જેમાં મકાન, દુકાન, ઓફિસ, બેંક બેલેન્સ, શેર, મ્યુચ્યુલફંડ, સોનુ, ફિકસ ડિપોઝીટ, વાહન સહિતના તમામ રોકાણોની તપાસ શરૂ કરી છે.
બોબી પટેલે એક વ્યકિત પાસેથી રૂ.70 લાખ થી 1 કરોડ લઈને અંદાજે 100 લોકોને અમેરિકા મોકલ્યા હતા. જેમાંથી મોટા ભાગના લોકો મહેસાણા જિલ્લાના હતા. તે તમામ બિપીન દરજી મારફતે આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આગોતરી માહિતીને આધારે વિજાપુર પાસેથી બિપીન દરજીને ઝડપી લીધો હતો.