હાથીજણના લાલગેબી સર્કલના રોડ પાસે માટીના ઢગલા કરાતા વાહનચાલકો હેરાન

ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં રોડ પહોળા કરવા માટી નાંખતા રોડ બગડશે

શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે રોડ પહોળો કરવા માટે તેની પાસે માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રોડ પર માટીના ઢગલા કરાતા સામાન્ય વરસાદમાં પણ અહીંયા કાદવ-કીચડની સમસ્યા સર્જાય તેવી આશંકા છે. જેના લીધે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાથીજણના લાલ ગેબી સર્કલ પાસે તંત્ર દ્વારા ડામરનો રોડ અને આરસીસીનો રોડ બનાવ્યો છે. હવે મેઈન રોડ મોટો કરવા માટે બાજુમાં માટીના ઢગલા કરવા માંડ્યા છે. એટલે અડધો સર્વિસ રોડ માટીથી મોટો કરવામાં આવ્યો છે. હવે વરસાદની સીઝન ચાલુ થઈ રહી છે. તો પછી રોડની હાલત શું થશે ? બીજી વાત કરીએ તો બાજુમાં વરસાદી પાણી નિકાલ કરવા માટે ગટર પણ નથી હવે આખા ચોમાસામાં શું હાલત થશે એ જોવાનું રહ્યું.

જો કે રોડ બનાવવા માટે બાજુના લાઈટના થાંભલા કાઢી નાંખ્યા હોવાના લીધે ત્યાં અંધારપટ કરી નાખ્યું છે.

એટલે હાથીજણના લાલગેબી સર્કલ પાસે એક સાંધો ત્યાં તેર તુટી જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. હવે રોડની બાજુમાં કરાયેલા માટીના ઢગલા વહેલી તકે હટાવી લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

  • Related Posts

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    મણિનગરમાં યુવતીને ફેક આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

    વટવા GIDCની કંપનીમાંથી રૂ. એક લાખના વાયરની ચોરી

    વિપક્ષના નેતા શહેઝાદખાનને જાનથી મારી નાખવાની ધમકી