મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે

શારદાબેન, LGમાં બાંધકામ પછી લાખોનો ખર્ચ

કમિશનરે જરૂર મુજબ પ્લાનનો પરિપત્ર કર્યો

અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગને બિલ્ડિંગ બાંધકામ માટે સંબંધિત વિભાગની લેખિત મંજૂરી મેળવવા સૂચના આપી છે. શારદાબેન અને એલજી હોસ્પિટલના બાંધકામમાં વધારાના ખર્ચને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

2022માં શારદાબેન હોસ્પિટલ માટે 178.26 કરોડના ટેન્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ હવે 50 કરોડનો વધારાનો ખર્ચ થશે. એનએમસીની 2023ની ગાઇડલાઇન મુજબ બિલ્ડિંગમાં ફેરફાર કરવાના છે. એલજી હોસ્પિટલ માટે 225 કરોડના ખર્ચે 9 માળની બિલ્ડિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ નવા નિયમો અનુસાર સુધારા માટે ભલામણો કરવામાં આવી છે. જેનાથી 50 કરોડથી વધુ ખર્ચ થશે. કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે, હવે પછી આવી સમસ્યા ન થાય તે માટે જરૂરીયાત મુજબ ટેન્ડરીંગ કરવું. પ્લોટના હેતુફેરની જરૂરિયાત હોય તો એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરવું. બિલ્ડિંગ યુઝ પરમિશન અને અન્ય લાયસન્સ કામ પૂર્ણ થાય તે પહેલા મેળવવા જરૂરી છે. 15 મુદ્દાઓની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. પરિપત્રમાં કહેવાયું છે કે, ફાયર, લિફ્ટ, પોલીસ સહિતની પરવાનગી પણ અગાઉથી મેળવી લેવાની રહેશે.

  • Related Posts

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે.…

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં

    સાબરમતીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 STP કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ

    વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો

    વટવામાં 2500 ચોરસ ફૂટ ક્ષેત્રફળનું કોમર્શિયલ શેડનું બાંધકામ તોડી પડાયું