દમણથી સનખડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેસડા ગામમાં દારૂના કટિંગ વખતે ગીર સોમનાથ એલસીબી ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછમાં છ બુટલેગરનાં નામ બહાર આવ્યાં હતાં, જેમાંથી મુખ્ય સૂત્રધાર સનખડા ગામના બુટલેગર માજી સરપંચ સતુ ગોહિલનું નામ પણ હતું. તેની સામે મહિના પહેલાંnગુનો નોંધાયો હતો.
દરમિયાન ઉના પોલીસને બાતમી મળી હતી કે, બુટલેગર સતુ ગોહિલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં છુપાયો છે. આથી તેમણે જાણ કરતા નવરંગપુરા પોલીસે સતુ ગોહિલને ઝડપી લઈ ઉના પોલીસને સોંપ્યો હતો. સતુ ગોહિલ સામે અગાઉ દુષ્કર્મ, છેડતી. ધમકી, મારામારીના 12 ગુના નોંધાયેલા છે.