રાજ્યભરમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ખૂણેથી ફરિયાદ કરી શકશે
સરકારે ઈમેઈલ આઈડી તેમજ વેબસાઈટનો વિકલ્પ પણ આપ્યો
કોઈ પણ સામાન્ય માણસ પોલીસના દમનની ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સરકારે જાન્યુઆરી મહિનામાં ‘14449’ હેલ્પ લાઈન નંબર જારી કર્યો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મંગળવારે વધુ એક હેલ્પ લાઈન નંબર 18002331122′ જારી કર્યો છે. આ સાથે એક વેબ સાઈટ અને ઈમેલ પણ જારી કરવામાં આવ્યો છે. આ હેલ્પ લાઈન નંબર ઉપર રાજ્યના કોઈ પણ ખૂણામાંથી ગમે તે વ્યકિત અકસ્માત કે ટ્રાફિક જામની ફરિયાદ કરી શકશે. રાજ્યના તમામ હાઈવે, નાના -મોટા શહેર, તાલુકા, ગામડા, શેરી કે ગલી તમે ત્યાં અકસ્માત થાય અથવા તો કોઈએ રોડ ઉપર અડચણરૂપ વાહન પાર્ક કર્યુ હોય તો તેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે. સ્થાનિકોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા પરિણામલક્ષી કામ થતું ન હતું. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
પોલીસ રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવામાં સંપૂર્ણ નિષ્ફળ હોવા અંગે હાઈકોર્ટ અવાર નવાર ગુજરાત સરકાર, ગૃહ વિભાગ અને ટ્રાફિક પોલીસને ઝાટકે છે. શહ હાઈકોર્ટની ટકોર બાદ આખરે મંગળવારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ અકસ્માત કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તો ગમે તે નાગરિક આ નંબર ઉપર ફોન કરશે તો તે વિસ્તારના પોલીસ અધિકારી – કર્મચારી ત્યાં પહોંચીને
સમસ્યાનું નિરાકરણ લાવશે. અહીં ફરિયાદ થઈ શકશે. ટ્રાફિક માટેનો હેલ્પ લાઈન નંબર-
18002331122, ‘https://gujhome.gujarat.gov. in/portal ,’trafficgrievance@gujarat