સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલ રૂમને લોકેશન લેવા અપાયેલી સૂચનામાં પોલપટ્ટી પકડાઈ ગઈ
ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી દરેક પીઆઈને પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર નહીં છોડવા શહેર પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને રાતે 12 વાગ્યે સેક્ટર-1 અને 2ના 47 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનના 83 પીઆઈનું લોકેશન માંગવા સૂચના આપી હતી. જેમાં સેકટર -1 ના 27 પોલીસ સ્ટેશનમાંથી 7 પોલીસ સ્ટેશનના પીઆઈ તેમના ઘરે જ હાજર મળી આવ્યા હતા. કમિશનરની કડક સૂચના છતાં આ ગુલ્લી બાજ પીઆઈ પોલીસ સ્ટેશન અને વિસ્તાર છોડીને ઘરે પહોંચી જતા તેમની સામે કરાઈ ઘટનાના પગલે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઈને ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર ન છોડવા સૂચના આપી હતી. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને રાતે 12 વાગ્યે દરેક પીઆઈ અને એસીપીનું લોકેશન ૧ માંગવા સૂચના આપી હતી. સોમવારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સેકટર – 1ના 27 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપીના લોકેશન માગ્યા હતા. જેમાંથી સેકટર-1ના 7 પોલીસ સ્ટેશનના પીઆઈના લોકેશન તેમના ઘરના જ મળ્યા હતા.
સેકટર-2 ના એક પણ PIનું લોકેશન ન પૂછાયું, તપાસ શરૂ
આ 7 પોલીસ ઈન્સ્પેક્ટર ઘરે હતા
*આર.વી.વિંછી, સિનિયર પીઆઈ, બોડકદેવ
*બી.કે. ભારાઈ, સિનિયર પીઆઈ, આનંદ
- એન.બી. બારોટ, સિનિયર પીઆઈ, સોલા હાઈકોર્ટ
- વી.જે. ચાવડા, સિનિયર પીઆઈ, નારણપુરા
- એ.એ. દેસાઈ, સિનિયર પીઆઈ. નવરંગપુરા
- એન.એસ. ખોખર, સેકન્ડ પીઆઈ. ચાંદખેડા
- સી.વી. ગોસાઈ, સેકન્ડ પીઆઈ. શહેરકોટડા