પ્રજાના બદલે જવાબદારોના નાણાંથી બ્રિજ તોડવાની માગણી કરાઈ
ભ્રષ્ટાચારના કારણે જર્જરિત બની ગયેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં છે. આ બ્રિજને તોડવા માટે કરોડોનો ખર્ચ કરવાની વાત સામે આવી હોવાથી માનવ અધિકાર ગ્રુપના અગ્રણી સહિતના આગેવાનો અને સ્થાનિકો દ્વારા સુત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ઘાટ કરતા ઘડામણ મોંધી જેવા બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને પ્રજાના ટેક્સના નાણાંથી આ ભ્રષ્ટાચારનો પ્રતિક સમાન બ્રિજને તોડવાના બદલે જવાબદારો પાસેથી નાણાં વસૂલીને બ્રિજ તોડવાનો ખર્ચ તેમની પાસેથી લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ અંગે માનવ અધિકાર ગ્રુપના પ્રમુક જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું કે,
પ્રજાના પરસેવાની કમાણી ના પૈસાની હોળી બંધ કરો
“હાર કરતા ઘડામણ મોંથી” serenal and her also nd among માર્ચ eded aged aate nditions when ust
હાટકેશ્વર ખાતે બનાવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાવર બ્રિજ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો પ્રતીક સમાન બની ગયો છે. બ્રિજ માટે પહેલા ત્રણ-ત્રણ વખત રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડયું પરંતુ કોઈ એ ભર્યું નહીં. ત્યારે રૂ. ૪૨ કરોડમાં બનેલા બ્રિજને તોડવા રૂ.પર કરોડનાં ખર્ચે તોડવાની હિલચાલ ચાલી રહી છે. એટલે
“ઘાટ કરતા ઘડામણ મોંઘી” પ્રજાના પરસેવાની કમાણી બ્રિજ તોડવા અને બનાવવાનું ખર્ચ જવાબદાર કોન્ટ્રાકટરોની પાસેથી વસૂલવામાં આવે. તેમજ બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે શનિવારે હાટકેશ્વર સર્કલ પાસે દેખાવો કર્યા હતા. બાદમાં પોલીસે દેખાવ કરનારા લોકોની અટકાયત કરી હતી.