હિસાબ ન આપતાં નારણપુરાની સોસાયટી વહીવટદાર હસ્તક

કમિટીને હિસાબ રજૂ કરવા વારંવાર નોટિસ અપાઈ હતી

નારાણપુરાની ભાવદીપ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી- રંગ મિલન ફ્લેટની સોસાયટી કમિટીએ હિસાબો રજૂ ન કરતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટારે કડક કાર્યવાહી કરી છે. રંગ મિલન ફ્લેટમાં સોસાયટી કમિટી બર્ખાસ્ત કરીને સરકારી વહીવટદાર નિમાયા છે. હવે સોસાયટીની તમામ બાબતોનો નિર્ણય સરકારી વહીવટદાર લેશે. આવનારા 6 મહિનામાં ચૂંટણી કરીને નવી કમિટી પણ બનાવી શકાશે. હાલમાં સોસાયટીનો તમામ

વહિવટ જિલ્લા રજિસ્ટારે નિમેલા વહીવટદાર કરશે.

નારાણપુરાની રંગમિલન ફ્લેટમાં લાંબા સમયથી સોસાયટીની કમિટી દ્વારા હિસાબો રજૂ કરાતા ન હતા. જેને લઇને જિલ્લા રજિસ્ટાર દ્વારા કમિટીને જૂના હિસાબો રજૂ કરવાની વારંવાર નોટીસો આપવામાં આવી હતી. આ ઉપરાંત સોસાયટીની કમિટીને હાજર થવા માટેના સમન્સ આપ્યા હતા. તેમ છતા કમિટી હિસાબો સાથે હાજર થતી ન હતી. સોસાયટી કમિટીના સભ્યોના જણાવ્યા મુજબ, માત્ર ગયા વર્ષના જ હિસાબો બાકી છે.

  • Related Posts

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    બેઝબોલની સ્ટિક અને જવલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લાવ્યા હતા બંનેએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને ટોપી ઊંધી પહેરી હતી સરખેજ મકરબા રોડ ઉપર આવેલી કિચન કિંગ હોસ્પિટાલિટી નામની કેન્ટીનમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો

    જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

    નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો

    વટવામાં મ્યુનિ.ની ટીમ સાથે માથાકૂટ કરીને 4 લોકો ગાયને છોડાવીને ફરાર