1.2 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, 2 એકમ સીલ
શહેરના પૂર્વ વિસ્તારમાં વારંવાર જાહેરમાં ગંદકી અને કચરો નાંખનારા લોકો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતા લોકો સુધરવાનું નામ લેતા નથી. એટલે મ્યુનિ દ્વારા ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં શહેરના ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, નરોડા, સરદારનગર સહિતના વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા મામલે મ્યુનિ દ્વારા 299 એકમને નોટીસ ફટકારાઈ હતી. જ્યારે 2 એકમ સીલ કરાયા હતા.
મ્યુનિ.ના ઉત્તર ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગ પર ન્યુસન્સ કરતા ધંધાકિય એકમો અને પાનના ગલ્લા-ચાની કિટલીઓ ઉપર પેપર કપનો ઉપયોગ કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ,વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા અને ધંધાકિય એકમમાં ડસ્ટબીન રાખતા ન હોય. તેમજ જાહેરમાં ગંદકી કરતા ધંધાકિય એકમો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં 1.2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે રોડ પર કચરો નાંખવા અને ગંદકી કરવા બદલ 2 એકમને સીલ કરાયા હતા. ઉપરાંત 299 એકમને નોટીસ આપીને કુલ રૂ.67,200 દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેંડા કરતા એકમો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાશે.જેમાં ધંધાકિય એકમો સામે કાર્યવાહી કરાશે.