ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી બદલ 299 એકમને નોટિસ

1.2 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, 2 એકમ સીલ

શહેરના પૂર્વ વિસ્તારમાં વારંવાર જાહેરમાં ગંદકી અને કચરો નાંખનારા લોકો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતા લોકો સુધરવાનું નામ લેતા નથી. એટલે મ્યુનિ દ્વારા ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં શહેરના ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, નરોડા, સરદારનગર સહિતના વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા મામલે મ્યુનિ દ્વારા 299 એકમને નોટીસ ફટકારાઈ હતી. જ્યારે 2 એકમ સીલ કરાયા હતા.

મ્યુનિ.ના ઉત્તર ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગ પર ન્યુસન્સ કરતા ધંધાકિય એકમો અને પાનના ગલ્લા-ચાની કિટલીઓ ઉપર પેપર કપનો ઉપયોગ કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ,વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા અને ધંધાકિય એકમમાં ડસ્ટબીન રાખતા ન હોય. તેમજ જાહેરમાં ગંદકી કરતા ધંધાકિય એકમો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં 1.2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે રોડ પર કચરો નાંખવા અને ગંદકી કરવા બદલ 2 એકમને સીલ કરાયા હતા. ઉપરાંત 299 એકમને નોટીસ આપીને કુલ રૂ.67,200 દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેંડા કરતા એકમો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાશે.જેમાં ધંધાકિય એકમો સામે કાર્યવાહી કરાશે.

  • Related Posts

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

    નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી.…

    રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

    કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

    રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

    વટવામાં પતિનો આડોસબંધ પકડાતાં પત્નીને કાઢી મુકી

    ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

    નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા

    દાણીલીમડામાં ડેવલપમેન્ટ કરવા આપેલી મિલ્કતનું વેચાણ કરી દેવાયું