
મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નરશ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝન સાહેબ તરફથી પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્તે નાબુદ કરવા મળેલ સુચન તા-૨૮/૦૩/૨૦૨૫ ના કલાક-૧૬/૦૦ વાગ્યાથી સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ. ડી.આઈ.પટેલ તથા બીજા સ્ટફાના માણસો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓને ખાનગી સુત્રો દ્રારા બાત્તમી મળેલ કે, “એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની હ્યુન્ડાઈ વેન્યુ ફોર વ્હિલ ગાડીનો ચાલક પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડીમા રાજસ્થાન રાજ્ય ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી કણભા તરફથી આવી ઓઢવ રીંગરોડ થઈ પસાર થનાર છે” જે બાતમી હકીકત્ત વાળી જગ્યાએ પંચોને સાથે રાખી જરૂરી અડચણ ઉભી કરી ઉપરોક્ત ફોર વ્હીલના ચાલક : જયંતીલાલ સ/ઓ મુળચંદ વક્તાભાઈ જાતે-રોત ઉવ.૩૯ ધંધો-ખેત મજુરી રહે.-ગામ-કાકરાદારા હોળીફળા, તા.જી.-ડુંગરપુર નાઓને સાથે રાખી પંચોની હાજરીમાં ગાડીમાં જોતા ગાડીની પાછળની સીટમા તથા ડેકીમા અલગ-અલગ કંપનીના ખાખી કલરના પુંઠાના ૩૪ બોક્ષ મળી આવતા ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં-11191037250517/2025 પ્રોહી.કલમ-65(A,E),116(B),98(2) મુજબની કાયદસરની કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ તથા બીયર ટીન કુલ નંગ 659 જેની કુલ્લે કી.રૂ.2,61,500/- સાથે આરોપીને પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
મળેલ મુદામાલ :-
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ તથા બીયર ટીન કુલ નંગ 659 જેની કુલ્લે કી.રૂ.2,61,500/-
હ્યુન્ડાઈ વેન્યુ ફોર વ્હીલ ગાડી જેનો એન્જીન નં. D4FARM132076 તથા ચેસીસ MALFC81DLRM601985 नो छे ४नी डालनी हिंमत ३.७,००,०००/-
મો.ફોન નંગ-01 કી.રૂ. 12,000/-
- કુલ મુદ્દામાલની કીં.રૂ.-8,73,500/- ની મત્તાનો મુદ્દામાલ.