વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત

દુર્ગંધથી લોકોને ઘરના બારીબારણાં બંધ કરવાની ફરજ પડી

વસ્ત્રાલના માઘવ ગાર્ડન પાસે થોડા મહિનાઓ પહેલા તૈયાર કરાયેલા આરસીસી આઈકોનિક રોડ પર ગટરો ઉભરાવવાની સમસ્યાને પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સમસ્યાને પગલે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતાં ઘરોના બારી બારણા બંધ રાખવાની ફરજ પડી છે. આ ઉપરાંત ગાર્ડનના દરવાજા પાસે પણ ગંદા પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતાં મુલાકાતીઓને ક્યારેક ગંદા પાણીમાંથી પસાર થવાનો પણ વારો આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

આ અંગે સ્થાનિકે જણાવ્યું કે, છેલ્લાં કેટલાક દિવસૌથી આ નવા માર્ગ પર ગટરો ઉભરાવવાની સમસ્યા વકરી છે, જેને પગલે અતિશય દુર્ગંધ ફેલાતાં આ માર્ગથી પસાર થવામાં પણ હાલાકી પડી રહી છે. આ ઉપરાંત આ ગાર્ડનમાં આવતાં લોકોને પણ દુર્ગંધને પગલે મોઢે રૂમાલ બાંધીને ગાર્ડનમાં જવું પડી રહ્યુ છે.

આ સમસ્યા વધ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાની પણ ફરિયાદો કરી રહ્યા છે. ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાનો પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. અતિશય દુર્ગંધને પગલે આસપાસ વસવાટ કરતાં લોકોને ઘરોના બારી બારણાં પણ બંધ રાખવાની ફરજ પડી છે. વહેલી સવારથી જ ગટરના ગંદા ઉભરાવવાની સમસ્યાને પગલે મોર્નિંગ વોક માટે નીકળતાં લોકોને દુર્ગંધ વચ્ચે પસાર થવાનો પણ વારો આવ્યો છે

  • Related Posts

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં

    મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં