દાણીલીમડામાં ડેવલપમેન્ટ કરવા આપેલી મિલ્કતનું વેચાણ કરી દેવાયું

વેચાણ કમ કબજા કરાર કરી ફ્લેટનો કબજો સોંપી દીધો હતો

દાણીલીમડામાં ડેવલોપરને આપેલી જમીન અંગે થયેલા સમજૂતી કરારનો ભંગ કરીને જમીનના માલિક નહી હોવા છતાં એક ફલેટનું તાળુ તોડીને મિલ્કત અન્યને વેચાણ કરાર કરીને આપી દેવા મામલે ચાર વ્યકિતઓ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

એલિસબ્રિજમાં રહેતા અબ્દુલકરીમ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને કમરઅલી પટેલ બંને આઈકોન એસોસીએટ્સના ભાગીદાર તરીકે કામકાજ કરે છે. 2014માં તેમણે દાણીલીમડામાં નકીઆલમ તિરમીઝી પાસેથી રૂ. 100 રૂપિયાના સ્ટેમ્પ પર દાણીલીમડામાં ટીપી સ્કીમ નં 37 ના સેકટરના 1 ફાઈનલ પ્લોટ નં 93 ની જમીન ડેવલપ કરવા માટે સમજૂતી કરાર કર્યો હતો. જેમાં જે સ્કીમ મુકવામાં આવે તેના સભ્યો પાસેથી બુકીંગની રકમ, જમીનનો ફાળો, બાંધકામ ફાળો, તેમજ મિલકત ડેવલોપમેન્ટ કરવા અંગેની તમામ રકમો આઈકોન એસોસીએટ્સના ભાગીદાર ઉધરાવી શકશે તેવી સ્પષ્ટ બંને વચ્ચે સમજૂતી થઈ હતી.

આમ છતાં નકીઆલમ તિરમીઝીએ એસોસીએટ્સના આઈકોન માલિકોની કોઈપણ પ્રકારની મંજૂરી કે કરાર વિના પોતાની મરજીથી સૈયદ ફિરદોસબાનુ પાસેથી રૂ 20 લાખ લઈને તેમને વેચાણ કમ કબજા કરાર કરી આપ્યો હતો. ગત તા 19 સપ્ટેમ્બર, 2024ના રોજ આ મિલકત જેનો બુકીંગ ઓફિસ તરીકે ઉપયોગ કરતા હતા તેનુ તાળુ તોડીને સૈયદ ફિરદોસબાનુંને કબજો સોંપી દીધો હતો. આ અંગે આઈકોન એસોસીએટ્સના ભાગીદારોએ સ્થળ પર તપાસ કરતા તેમને ફિરદોશબાનુએ આ મિલ્કત પર હવે અમારો કબજો છે તેમ કહીને કેટલાક કાગળોની ઝેરોક્ષ આપી હતી. જે જોતા લખી આપનાર તરીકે નકીઆલમ તિરમીઝી અને લખાવી લેનાર તરીકે સૈયદ ફિરદોશબાનું જણાઈ આવ્યા હતા. તેમાં બે સાક્ષીઓ સહીઓ કરી હતી.

  • Related Posts

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ…

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    શહેરના લાંભા વોર્ડમાં નવાણા પંપિગ સ્ટેશન પાસે આવેલા બાગે કૌશરના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા

    અમરાઈવાડીમાં ફાઈનાન્સ કંપનીના કર્મી.એ રૂ. 1.18 લાખની ઠગાઈ કરી

    સરદારનગરમાં સિક્રેટ લોકર તોડી દાગીના-રોકડની ચોરી

    મણિનગરમાં સરનામું પૂછવાના બહાને મહિલાનું ચેઈન સ્નેચિંગ